GSTV

નાક કપાયું તો રાજીનામુ આપી મોઢા ઢાંકવા કોંગ્રેસના હવાતિયાં, અમદાવાદ-સુરત બાદ વધુ એક શહેર પ્રમુખે છોડ્યું પદ

આજે ગુજરાતભરની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતગણતરી યોજાઈ જેમાં ભાજપને ફરી એકવાર જનતાએ સત્તાનું કમાન સોંપ્યું છે તો કોંગ્રેસને જાકારો આપ્યો છે. જોકે કોંગ્રેસ માટે નાક કપાવા જેવી વાત એ છે કે પારંપરિક ગઢ ગણાતી બેઠકો પણ આ વખતે કોંગ્રેસે ગુમાવી છે એટલે લાજથી બચવા માટે હવે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે અને કોંગ્રેસ શહેર પ્રમુખો રાજીનામાં આપવા લાગ્યા છે. અમદાવાદ સુરત અને ભાવનગરના શહેર પ્રમુખોએ રાજીનામાં આપ્યા બાદ હવે વડોદરા શહેર પ્રમુખે પણ રાજીનામુ ધરી દીધું છે.

કોંગ્રેસ

રાજ્યની 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે જેમાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી છે. જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ. કોંગ્રેસના સુપડા સાફ થતા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વડોદરા મહાનગરપાલિકાની કુલ 76 બેઠકો માંથી કોંગ્રેસને ફાળે માત્ર 7 બેઠકો મેળવી હતી જયારે ભાજપના ફાળે 69 બેઠકો જતા ફરી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ધુરા સંભાળશે.

કોંગ્રેસ

તો અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ કોંગ્રેસને 192 માંથી માત્ર 15 બેઠકો મળી છે. જમોશી ભરી હાર બાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શંશીકાત પટેલે પણ પોતાનું રાજીનામું આપ્યુ છે. અમદાવાદમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી શશીકાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે.

સુરતમાં કોંગ્રેસને ચૂંટણીમાં જોરદાર ઝટકો લાગ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામાની વણજાર થઇ રહી છે. અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખના રાજીનામા બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધર્યુ છે. કોંગ્રેસને જનતાએ જોરદાર ઝટકો આપ્યો છે જે બાદ બાબુ રાયકાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. સાથે જ તેમણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલી કારમી હારની જવાબદારી સ્વીકારી છે.

ભાવનગરમાં પણ કોંગ્રેસની કારમી હાર થઇ છે. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી પણ હારી જતા તેઓએ જનતાના ચૂકાદાને માથે ચઢાવીને રાજીનામું આપ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય

Karan

આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો

Pravin Makwana

તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો

Karan
Do NOT follow this link or you will be banned from the site!