GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ગુજરાત સરકારે શહેરની સિવિલ માટે કર્યો આ મહત્વનો નિર્ણય

કોરોનાવાયરસનો કહેર વધ્યો છે. ત્યારે આ જીવલેણ વાયરસનાં વધતા કેરને પગલે ગુજરાત સરકારે અમદાવાદ શહેરની સિવિલમાં પ્લાઝમા બેન્ક બનાવી છે. સરકારનો દાવો છે કે તેણે દેશભરમાં સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ બેન્કમાં અત્યાર સુધીમાં 30 કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.

સિવિલમાં પ્લાઝમા બેન્ક બનાવી

કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડના લક્ષણો હોય. તેમજ RT-PCR થી કોવિડનો પોઝેટીવ રીપોર્ટ આવ્યો હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થાય ત્યારબાદ 28 દિવસ પછી અથવા 14 દિવસ પછી 24 કલાક બાદ પ્લાઝમા લેવામાં આવે છે. તેમજ સાજાં થયેલાં દર્દીઓની ઉંમર 18 થી 65 વર્ષ, વજન 50 કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન 12.05 ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી પ્લાઝમા લેવામાં આવે છે.

મ્યુનિ. દ્વારા મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે

આ યાદી પ્રમાણે વનદેવી સોસાયટી, ઘોડાસર, સહજાનંદ એપાર્ટમેન્ટ, નિકોલ, મહાદેવ હોમ, વસ્ત્રાલ, ગુબાલ ટાવર, થલતેજ, શિવમ, સેટેલાઈટ બંગલો, બોડકદેવ, અનવેશન રોહાઉસ, બોપલ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા નિશાંત પાર્ક-2, સ્વામિનારાયણ રો-હાઉસ, વંદેમાતરમ, ન્યુરાણીપ, ગંગારામ ફ્લેટ, સાબરમતી, સરદાર પટેલ નગર સહિતનાં વિસ્તારોનો સમાવેશ થાય છે, સાથે સાથે શહેરનાં નારાણપુરા વિસ્તારમાં જ્યાં વધુ કેસ નોંધાયા છે એ તમામા ભાગોને માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ હેઠળ મુકવવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 172 દર્દીઓ મ્યુનિ.ની હદમાં નોંધાયા

જીલ્લા સહીત અત્યાર સુધીના કુલ દર્દીની સંખ્યા 2540 થઇ છે, તેમજ કુલ મૃત્યુઆંક 3575નો થઇ ગયો છે. જોકે સારૂં ચિહ્ન એ છે કે અગાઉ કુલ દર્દીઓનો આંકડો 322ની ઉપરનો રહેતો હતો, તે હાલ 200ની આસપાસ રહે છે તેમજ મૃત્યુ 23ની ઉપર રહેતા હતા તે હાલ 10ની આજુબાજુ રહેવા માંડયા છે. બીજી તરફ મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન હોટસ્પોટ બની ગયા હતા, તેના સ્થાને હવે પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના આંકડા શહેર આખામાં ટોચ પર રહેવા માંડયા છે.

પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના આંકડા શહેર આખામાં ટોચ પર રહેવા માંડયા

ગઇકાલે દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર, સેટેલાઇટ-જોધપુર, મકતમપુરા, સરખેજમાં 35 અને ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં 35 કેસ નોંધાયા હતા. બન્ને મળીને થતાં નવા પશ્ચિમ ઝોનમાં કુલ 64 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે પાલડી, વાસણા, સ્ટેડિયમ, નવરંગપુરા, નારણપુરા, નવાવાડજ, રાણીપ, સાબરમતીમાં 43 દર્દીઓ બહાર આવ્યા છે. આમ કુલ 195માંથી 107 કોરોનાના દર્દીઓ તો માત્ર પશ્ચિમના વિસ્તારોમાં જ નોંધાયા છે.

નવા પશ્ચિમ ઝોનમાં કુલ 64 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

જ્યારે એકી સંખ્યામાં આવી ગયેલા મધ્ય ઝોનમાં ફરી 11, ઉત્તર ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 31 અને દક્ષિણ ઝોનમાં 28ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ નવા જાહેર થયેલાં 26 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી 17 તો માત્ર પશ્ચિમના વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં- 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં- 7 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં- 6નો સમાવેશ થાય છે. 3255 એકટિવ કેસમાંથી પશ્ચિમના વિસ્તારોના જ 1653 દર્દીઓ છે.

કયા ઝોનમાં કેટલાં દર્દી, કેટલાં મૃત્યુ ?

ઝોનનવા કેસકુલ દર્દીવધુ મૃત્યુકુલ મૃત્યુએકટિવ કેસ
મધ્ય ઝોન1140551362217
પશ્ચિમ ઝોન4332853171670
ઉત્તરપશ્ચિમ  291313042513
દક્ષિણપશ્ચિમ  351390373470
ઉત્તર ઝોન1836982281437
પૂર્વ ઝોન3131561243474
દક્ષિણ ઝોન2837930258474
કુલ195206901014303255

READ ALSO

Related posts

મહેસાણામાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાના આરોપીને ATS એ દિલ્હીથી ઝડપી પાડ્યો

Nilesh Jethva

એક કોરોના પોઝિટીવ મહિલાએ ભારતના પડોશી દેશના 7.50 લાખ લોકોને ઘરમાં પૂરી દીધા, દેશ 21 દિવસ માટે બંધ

Pravin Makwana

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!