GSTV
Gujarat Government Advertisement

અર્થતંત્રની વૃદ્ધિ માટે લોકોનાં ખીસ્સામાં પૈસા જરૂરી, આ માટે ટેક્સમાં રાહતની અપેક્ષા

Last Updated on February 1, 2021 by Mansi Patel

નેશનલ સ્ટટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં ૭.૭ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ માટે ૧ ફેબુ્રઆરીએ રજૂ થનારા બજેટ પર તેનો મોટો પ્રભાવ પડશે અને તેની અસર સરકારની નાણાકીય ગતિ વિધીઓ પર જોવા મળશે. એનએસઓના અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના નજીવા કદ રૂ. ૧૯૫ લાખ કરોડ થવાની સંભાવના છે, જે વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રાપ્ત થયેલા ૨૦૩ લાખ કરોડ રૂપિયાના નજીવા કદ કરતા લગભગ ૪ ટકા ઓછી હશે. આ સિવાય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૧૯૫ લાખ કરોડ રૂપિયાના જીડીપીનું કદ ૨૨૫ લાખ કરોડ રૂપિયાની મૂળ આગાહી કરતા ૧૩% ઓછું હશે.

2021

રોગચાળા વચ્ચે સરકારે આ વર્ષે વધુ ખર્ચ કરવાની જરૂર

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની ચોખ્ખી આવકમાં ૨૦ ટકાની અંદાજિત વૃદ્ધિ આ વર્ષમાં જીડીપીમાં ૧૧ ટકાનો વિકાસ થશે તે ખ્યાલ પર આધારિત હતો. જો અર્થવ્યવસ્થા વૃદ્ધિને બદલે મર્યાદિત હોય, તો આવક સ્પષ્ટપણે આગાહીના લક્ષ્યથી વિચલિત થઇ જશે. પરંતુ કોવિડ રોગચાળા વચ્ચે સરકારે આ વર્ષે વધુ ખર્ચ કરવાની જરૂર છે. આથી સરકારી ખર્ચમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે, તેમ છતાં સરકારે અત્યાર સુધીમાં તેના ખર્ચ પર મજબૂત અંકુશ રાખ્યો છે. એપ્રિલથી નવેમ્બર ૨૦૨૦ના સમયગાળા દરમિયાન સરકારના કુલ ખર્ચમાં ૫ ટકાનો ઓછો વધારો થયો છે, જ્યારે ખુદ બજેટમાં ૧૩ ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

imf

સરકાર ટેક્સમાં રાહત આપે

જોકે, આવકમાં ઘટાડો થવાને કારણે, નાણાકીય ખાધ ૨૦૨૦-૨૧ના ૩.૫ ટકાના જીડીપીના લક્ષ્યાંક કરતા ઘણી વધારે રહેવાની ધારણા છે. નવેમ્બર સુધીમાં જ સરકારે લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. હવે નાણાકીય વર્ષના બાકીના ચાર મહિનામાં ૨ લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની વધુ શક્યતા છે. જો આ વર્ષે કુલ સરકારી ઉધાર રૂપિયા ૧૨ લાખ કરોડની નજીક રહેશે, તો રાજકોષીય ખાધ જીડીપીના ૬.૧ ટકાથી ઓછી નહીં હોય. મહામારીની પ્રતિકૂળતાને ધ્યાનમાં રાખી સરકારે આ વખતે બજેટમાં માંગ અને વૃધ્ધિના પગલાની સાથોસાથ ટેક્સમાં પણ રાહત આપવી જોઇએ. લોકોના ખિસ્સામાં પૈસા વધશે તો જ માંગમાં વધારો થશે. અને તેના પગલે અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.

અર્થતંત્રમાં વૃધ્ધિ માટે માંગમાં વધારો જરૂરી

મહામારી અને લોકડાઉનના કારણે લોકોની તેમજ કોર્પોરેટ ક્ષેત્રની આવક પર પ્રતિકૂળ અસર થઇ છે. આ સંજોગોમાં સરકારે ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવી જોઇએ. જો કે, હાલ સરકારની આવક ઘટી છે તેથી નાણાંકીય ખાદ્ય વધી શકે છે. નાણાંકીય ખાધની સ્થિતિ અર્થતંત્રમાં વૃધ્ધિ થશે તે પછી જ સુધરશે. પરંતુ અર્થતંત્રમાં વૃધ્ધિ માટે માંગમાં વધારો જરૂરી છે. તેના માટે લોકોના ખિસ્સામાં પૈસા બચવા જરૂરી છે. આમ, આ થિયરી જોતા સરકારે ટેક્સના દરોમાં રાહત આપવી જરૂરી છે. આ ઉપરાંત મનરેગાની જેમ શહેરોમાં પણ રોજગાર ગેરંટી સાથે મળી રહે તેવી પણ કોઈ યોજના પણ રજૂ કરવી જોઇએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આવી રહ્યો છે Jioનો સૌથી સસ્તો સ્માર્ટફોન, એક ક્લિકે જાણી લો Jio Phone Nextમાં કેવા ધાંસૂ હશે ફીચર્સ

Bansari

એલર્ટ / આધાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં આ જાણી લો નહીં તો…, સરકારે આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt

માસિકની પીડા અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે બ્રાઉન શુગર, ફાયદાઓ જાણ્યા પછી ખાવાનું ચાલુ કરી દેશો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!