GSTV

આખરે નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ,સમર્થનમાં 125 મત અને વિરોધમાં 105 મત પડ્યા

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ મોદી સરકારની બહુ મોટી અને ઐતિહાસિક જીત થઇ છે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન બિલ બહુમતિથી પસાર થઇ ગયું છે. દિવસભર ચાલેલી ચર્ચા બાદ આખરે બિલ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં બિલના સમર્થનમાં કુલ 125 મત પડ્યા જ્યારે કે બિલના વિરોધમાં 105 મત પડ્યા. જેના કારણે નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઇ ગયું છે. વોટિંગ વખતે શિવસેનાના સાંસદોએ વોકઆઉટ કર્યું. તો એ પહેલા બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાનો ટીએમસીનો સંશોધન પ્રસ્તાવ પણ ફગાવી દેવાયો. બંને ગૃહમાંથી બિલ પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિની સહી થયા બાદ બિલ કાયદાનું સ્વરૂપ લેશે.

રાજ્યસભામાં એનડીએ પાસે છે આ નંબરગેમ

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ મુદ્દે નંબર ગેમ ફરી ચેન્જ થઇ છે. આજે રાજ્યસભાના 4 સાંસદો સ્વાસ્થ્યના કારણોસર ગેરહાજર રહેતા બહુમતિનો મેજીક ફિગર 121થી ઘટીને 119 થઇ ગયો છે. પરંતુ એનડીએ પાસે કુલ 123 સાંસદોનું સમર્થન છે જ્યારે કે યુપીએનું સંખ્યાબળ 113 છે. આથી સરકાર આસાનીથી બિલ પસાર કરાવવાને લઇને આશ્વસ્ત છે. રાજ્યસભાની કુલ 245 બેઠકો પૈકી 5 બેઠકો ખાલી છે. જ્યારે કે 4 સાંસદો ગેરહાજર હોવાથી કુલ સાંસદો 236 રહે છે. આથી બિલ પસાર કરાવવા માટે 119 સાંસદોનું સમર્થન જરૂરી છે. અમિત શાહ રાજ્યસભામાં કહ્યું કે આ ગૃહની સામે એક ઐતિહાસિક બિલ લઈને આવ્યો છું, આ બિલની જે જોગવાઈ છે તેનાથી લાખો-કરોડો લોકોને ફાયદો થશે. શાહે કહ્યું કે આ બિલથી ભારતમાં રહેતા અલ્પસંખ્યકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. લોકોની ખોટી વાતમાં ન આવવાની પણ શાહે અપીલ કરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે આસામના મૂળ નિવાસીઓને આશ્વસ્ત કરવા માગુ છુ કે એનડીએ સરકાર તમામ હિતોની ચિંતા કરશે.  શાહે કહ્યું કે પાકિસ્તાનમાં પહેલાં 20 ટકા અલ્પસંખ્યકા હતા હાલ 3 ટકા જ બચ્યા છે.

View image on Twitter

લઘુમતિએ ખાસ કરીને મુસ્લિમ ભાઇઓ-બહેનોએ ડરવાની કોઇ જરૂર નથી

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પરની ચર્ચા દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહે ફરી એક વખત વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે જો ભારતના ભાગલા ન પડ્યા હોત તો આ બિલ સંસદમાં લાવવાની ક્યારેય જરૂરિયાત ઉભી ન થઇ હોત. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ તો અન્ય સરકારોની જેમ પાંચ વર્ષ કામ કરી શકત. પરંતુ મોદી સરકાર દેશની સ્થિતિ સુધારવા આવી છે. અગાઉની સરકારોએ સમાધાનની કોઇ કોશિશ ન કરી એટલે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઇ છે. તેમણે કહ્યું કે આ બિલને કારણે અનેક ધર્મના લોકોને ભારતનું નાગરિકત્વ મળશે. પરંતુ કોંગ્રેસ સહિતના વિપક્ષોનું ધ્યાન એ જ વાત પર છે કે મુસ્લિમોનો કેમ સમાવેશ નથી કર્યો વિપક્ષોની ધર્મનિરપેક્ષતા ફક્ત મુસ્લિમો પર આધારિત છે. પરંતુ અમારી સરકારની ધર્મનિરપેક્ષતા કોઇ એક ધર્મ પર આધારિત નથી. તેમણે ફરી વિશ્વાસ અપાવ્યો કે આ બિલને કારણે દેશના કોઇ પણ લઘુમતિએ ખાસ કરીને મુસ્લિમ ભાઇઓ-બહેનોએ ડરવાની કોઇ જરૂર નથી…

રાજ્યસભાનું ગણિત

કુલ બેઠકો૨૪૫
ખાલી બેઠકો
ગેરહાજર સાંસદો
કુલ સાંસદો૨૩૬
View image on Twitter

નાગરિકતા બિલનું સમર્થન

પક્ષસાંસદ
ભાજપ૮૩
એઆઇએડીએમકે૧૧
બીજેડી
જેડીયુ
નોમિનેટેડ
એનપીએફ
અકાલી દળ
અપક્ષ
વાયએસઆર કાંગ્રેસ
એલજેપી
આરટીઆઇ
આસામ ગણ પરિષદ
પીએમકે

નાગરિકતા બિલનો વિરોધ

પક્ષસાંસદ
કાંગ્રેસ૪૬
ટીએમસી૧૩
સપા
ટીઆરએસ
ડીએમકે
બસપા
એનસીપી
આરજેડી
સીપીએમ
આપ
પીડીપી
સીબીઆઇ
કેરળ કાંગ્રેસ
મુસ્લમ લીગ
અપક્ષ
નોમિનેટેડ

વહાં પર હમ હેડમાસ્ટર હૈ

રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમ્યાન શિવસેનાએ ફરી એક વખત ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમના નિવેદનનો ઉલ્લેખ જણાવ્યું કે લોકતંત્રમાં અલગ અવાજ હોય છે. એવું કહેવાઇ રહ્યું છે કે જો આ બિલની સાથે નથી તેઓ દેશદ્રોહી છે અને જે સાથે છે તેઓ જ દેશભક્ત છે પરંતુ આ પાકિસ્તાનની એસેમ્બલી નથી.જો પાકિસ્તાનની ભાષા પસંદ ન હોય તો પાકિસ્તાનને ખત્મ કરી દો. સંજય રાઉતે સણસણતા ચાબખા મારતા કહ્યું કે અમારે કોઇ પાસેથી દેશભક્તિનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. સંજય રાઉતે હિન્દુત્વ મુદ્દે ફિલ્મના ફેમસ ડાયલોગ થકી ધારદાર કટાક્ષ કરતા કહ્યું કે જિસ સ્કૂલ મેં આપ પઢતે હો વહાં પર હમ હેડમાસ્ટર હૈ…

10 જિલ્લાઓમાં ઇન્ટરેનેટ સેવા બંધ

નાગરિકતા સંશોધન બિલ મુદ્દે એક તરફ જ્યાં સંસદમાં રાજકીય પક્ષો વચ્ચે સંગ્રામ ચાલી રહ્યો છે. તો બીજી તરફ આસામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.. આસામમાં નાગરિકતા બિલનો ઉગ્ર અને હિંસક વિરોધ થઇ રહ્યો છે. ગૌહાટી… દિબ્રુગઢ અને જોરહાટમાં પ્રદર્શનકારીઓએ સરકારી વાહનો સહિત અન્ય ખાનગી વાહનોમાં પણ આગચંપી કરી છે. પોલીસ તેમજ સીઆરપીએફની અનેક ટુકડીઓ તૈનાત કરવા છતાં આસામમાં પ્રદર્શન વધુને વધુ હિંસક બની રહ્યા છે. જેના કારણે દિબ્રુગઢમાં સેના તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિને જોતા અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અથવા તો તેમના રૂટ બદલવાની ફરજ પડી છે. સ્ફોટક સ્થિતિને જોતા આસામના 10 જિલ્લાઓમાં બુધવારે સાંજે 7 વાગ્યાથી 24 કલાક માટે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

સરકાર બંધારણની ધજ્જીયા ઉડાવી રહી છે

રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કપિલ સિબ્બલે આનંદ શર્માની વાતને દોહરાવતા કહ્યું કે ભારતનો વિશ્વાસ ક્યારેય ટુ નેશન થિયરીમાં રહ્યો નથી પરંતુ આજની સરકાર આ થિયરીને સાચી પાડવા જઇ રહી છે. કોંગ્રેસ એક રાષ્ટ્રની થિયરીમાં જ વિશ્વાસ કરે છે. સરકાર બંધારણની બુનિયાદ તેમજ ઇતિહાસ બદલવા જઇ રહી છે. તેમણે કહ્યું કે સરકાર દેશનું ભવિષ્ય ખરાબ કરી રહી છે. અમને વર્ષ 2014થી જ ખ્યાલ છે કે સરકારનો લક્ષ્યાંક શું છે. ક્યારેક એનઆરસી તો ક્યારેક કલમ 370 અને નાગરિકતા સંશોધન બિલ. સરકાર બંધારણની ધજ્જીયા ઉડાવી રહી છે… અને ધર્મ… કોમ અને નાત-જાતના આધારે જ નાગરિકની ઓળખ કરવા માંગે છે.

READ ALSO

Related posts

પેટાચૂંટણી/ મતદારો માટે ચૂંટણીપંચે કરી ખાસ સુવિધા, દિવ્યાંગ-કોરોનાના દર્દી આ રીતે આપી શકશે પોતાનો અમૂલ્ય મત

pratik shah

ખિસ્સા કરો ઢીલા/ આજથી વધી રહ્યા છે ટોલ ટેક્સના ભાવ, જાણો વાહનચાલકોને કેટલો આપવો પડશે ટોલ ટેક્સ

Pravin Makwana

ફાયદો/ પોલીસીધારકોને પહેલીવાર મળશે આ અધિકાર, આજથી બદલાઇ ગયા છે હેલ્થ ઇન્શ્યોરન્સના આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!