GSTV

ગરીબોના આશીર્વાદથી જ શાંતિથી ઊંઘી શકું છું : પીએમ

Last Updated on January 13, 2020 by Mayur

નાગરિકતા સુધારા કાયદા (સીએએ) મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રવિવારે નાગરિકતા કાયદામાં સુધારાનો બચાવ કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે નાગરિકતા કાયદામાં તેમની સરકારે કરેલા સુધારાથી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતાં અત્યાચાર વિશ્વ સમક્ષ ઉજાગર થયા છે.

બીજીબાજુ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150મા સૃથાપના દિવસે મોદીએ કહ્યું કે ગરીબોના સતત આશિર્વાદ મળવાના કારણે તેઓ શાંતિથી ઊંઘી શકે છે. દલિતો, વંચિતો, પીડીતોના ઉતૃથાન માટે તેમની સરકાર કામ કરતી રહેશે. વડાપ્રધાને દાવો કર્યો હતો કે નાગરિકતા કાયદામાં સુધારો ન કર્યો હતો તો આ વિવાદ ઊભો ન થયો હતો અને વિશ્વ સમક્ષ પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર થતાં અત્યાચારને ઊજાગર કરી શકાયો ન હોત. પાકિસ્તાનમાં કેવી રીતે ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર થાય છે. આપણી બહેન-બેટીઓના જીવન બરબાદ કરી દેવાય છે. નાગરિકતા કાયદામાં સુધારાના કારણે જ પાકિસ્તાને આજે સમગ્ર વિશ્વને તેના ત્યાં ધાર્મિક લઘુમતીઓ પર થતા અત્યાચારોનો જવાબ આપવો પડી રહ્યો છે.

સીએએ નાગરિકતા આપવાનો કાયદો

નાગરિકતા સુધારા કાયદા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના બેલૂર મઠમાંથી વધુ એક વખત કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું અને મમતા બેનરજી સહિત વિપક્ષના નેતાઓની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે, કોઈની નાગરિકતા લેવા માટે નહીં.

યુવાનો અફવાઓનો શિકાર થયા 

રામકૃષ્ણ મિશનના મુખ્યાલય બેલૂર મઠને પોતાનું ‘ઘર’ ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું, નાગરિકતા સુધારા કાયદા અંગે યુવાનોમાં ઘણી ‘ગેરસમજ’ ફેલાવવામાં આવી છે. અનેક અફવાઓના શિકાર થયેલા આ યુવાનોને સમજાવવા અને સંતુષ્ટ કરવા તે આપણી બધાની જવાબદારી છે. સ્વામી વિવેકાનંદના જન્મદિને ઊજવાતા યુવા દિવસે દેશ અને પશ્ચિમ બંગાળ તથા ઉત્તર-પૂર્વના યુવાનોને આ પવિત્ર ભૂમિ પરથી કહેવા માગું છું કે નાગરિકતા આપવા માટે અમે રાતો-રાત આ કાયદો નથી બનાવ્યો. નાગરિકતા સુધારા કાયદામાં પહેલાથી અસ્તિત્વ ધરાવતા કાયદામાં માત્ર એક સુધારો કરવામાં આવ્યો છે. તેમાં દેશના વિભાજન પહેલાના કારણે જે લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો, તેમને પૂજ્ય મહાત્મા ગાંધીથી લઈને ત્યારના દિગ્ગજ નેતાઓનું એટલું જ કહેવું હતું કે ભારતે એવા લોકોને નાગરિકતા આપવી જોઈએ, જેમના પર ધર્મના કારણે અત્યાચાર કરાઈ રહ્યો છે.

બીજા દેશના નાગરિકો પણ નાગરિકતા મેળવી શકે છે

મોદીએ ઉમેર્યું હતું કે આપણને એ ખબર હોવી જોઈએ કે બીજા દેશના કોઈપણ નાગરિક ભારતની નાગરિકતા લઈ શકે છે. આ કાયદો કોઈની નાગરિકતા લેતો નથી. આ સવાય આજે પણ કોઈપણ ધર્મની વ્યક્તિ, નાસ્તિક હોય તે પણ ભારતના બંધારણને સ્વીકારે છે, તે ભારતની નાગરિકતા મેળવી શકે છે. વડાપ્રધાને કહ્યું હતું કે આ મુદ્દે રાજકારણ કરનારા વિરોધ પક્ષો તેને સમજવા માટે તૈયાર નથી અને તેઓ તેને સમજાવવા માગતા નથી.

મિશન-મઠ રાજકારણથી પર : રામકૃષ્ણ મિશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામકૃષ્ણ મિશનના મુખ્યાલય બેલૂર મઠમાં સામાન્ય સભાને સંબોધન કર્યા પછી રામકૃષ્ણ મિશને તેમના નિવેદનથી અંતર જાળવ્યું હતું. તેમણે કહ્યું કે આ સંસ્થા કોઈ રાજકીય સંસ્થા નથી. તે આધ્યાત્મિક સંસ્થા છે. અહીં બધા જ ધર્મોના લોકો એક જ માતા-પિતાના ભાઈઓની જેમ રહે છે. રામકૃષ્ણ મિશન વડાપ્રધાનના નિવેદન અંગે કોઈ ટીપ્પણી કરવા માગતું નથી. આ બિનરાજકીય સંસ્થા છે. સીએએ અંગે વડાપ્રધાનના વક્તવ્ય પર અમે કોઈ ટીપ્પણી કરવા માગતા નથી. અમે અંતરાત્માને શોધવા માટે અમારા ઘરબાર છોડીને અહીં રહેવા આવ્યા છીએ. અમે રાજકારણથી પર છીએ. અમારા માટે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન અને મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે તેમ રામકૃષ્ણ મઠ અને મિશનના મહામંત્રી સ્વામી સુવિરનંદે જણાવ્યું હતું.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!