GSTV
Home » News » થરુરે કહ્યું કે જો આ બિલ પાસ થશે તો ગાંધીના વિચારો પર જિન્નાહના વિચારોની જીત થશે

થરુરે કહ્યું કે જો આ બિલ પાસ થશે તો ગાંધીના વિચારો પર જિન્નાહના વિચારોની જીત થશે

નાગરિકતા સંશોધન બિલ પર આવતીકાલે લોકસભામાં ચર્ચા થવાની સંભાવના છે. મોદી સરકાર આવતીકાલે જ લોકસભામાં આ બિલને પસાર કરાવવા માગે છે. જો કે કોંગ્રેસ, ટીએમસી, સમાજવાદી પાર્ટી, સીપીએમ, એનસીપી અને ડીએમક સહિતના પક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ બિલને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી શશિ થરુરે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલને પસાર કરવાનો અર્થ મહાત્મા ગાંધીના વિચારો પર મોહમ્મદ અલી ઝિણાના વિચારોની જીત.

બંધારણના મૂળ સિદ્ધાંતોનું જાહેરમાં ઉલ્લંઘન

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં થરૂરે કહ્યું કે ધર્મના આધારે નાગરિકતા આપવાને કારણે ભારતનું સ્તર ઘટીને પાકિસ્તાનનું હિંદુત્વ સંસ્કરણ થઈ જશે. તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદે કહ્યું કે જો આ બિલ પસાર થશે તો મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ બંધારણના મૂળ સિદ્ધાંતોનું જાહેરમાં ઉલ્લંઘન થાય તેવી વાતને મંજૂરી નહીં આપે.

નાગરિકતા સંશોધન બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ગેરકાયદેસર અપ્રવાસીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે, પણ શર્ત એટલી જ કે તે મુસ્લિમ ન હોવો જોઈએ. આ બિલનો ફાયદો આ દેશોમાંથી આવેલા હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, ઈસાઈ અને પારસી સમુદાયના લોકોને મળશે. આ બિલ વિરૂદ્ધ પૂર્વોત્તરમાં વિરોધ થઈ રહ્યો છે. સાથે જ રાજકીય પક્ષોની સાથે અનેક સંગઠનો પણ આ બિલની હાલની જોગવાઈઓથી સહમત નથી.

READ ALSO

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થીઓ સાથે દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કરશે

Nilesh Jethva

સ્માર્ટ એજ્યુકેશન: આ રચનાત્મક ફિલ્ડમાં અભ્યાસ કરી ભવિષ્યમાં કરો લાખો રૂપીયાની કમાણી

Ankita Trada

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો પલટવાર : ઓસ્ટ્રેલિયાને 36 રનોથી હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!