GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

નાગરીકતા સુધારા કાયદા પર બોલ્યા માયાવતી, કેન્દ્ર સરકાર આ ગેરબંધાણીય કાયદાને તુરંત પરત લે. નહિંતર…

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ નાગરીકતા સુધારા કાયદાને લઇને મોદી સરકારને નિશાને લીધી છે. માયાવતીએ મંગળવારે જણાવ્યું કે નાગરીકતા સુધારા કાયદો વિભાજનકારી છે.  સરકારે પાકિસ્તાનમાં હિન્દૂઓ સાથે થયેલા અત્યાચારનો બદલો દેશના મુસ્લિમો સાથે લઇ રહી છે.

માયાવતીએ જણાવ્યું કે નાગરીકતાનો નવો કાયદો માનવતાની વિરૂદ્ધ છે.  અમારી પાર્ટી યુપી વિધાનસભામાં નાગરીકતા કાયદા અને મહિલાઓની વિરૂદ્ધ થઇ રહેલા ગુનાઓની વિરૂદ્ધ અવાજ ઉઠાવશે. માયાવતીએ માંગણી કરી કે કેન્દ્ર સરકાર આ ગેરબંધાણીય કાયદાને તુરંત પરત લે. નહિંતર ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

સરકારે આપાતકાળ જેવી પરિસ્થિતી પેદા કરવી જોઈએ નહી, જેવું કે કોંગ્રેસે પહેલાં કર્યુ હતુ. ખાનગી ન્યૂઝ એજન્સી મુજબ, માયાવતીએ કહ્યુકે, બસપાની સંસદીય પાર્ટીએ પણ રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો છે. અમારી પાર્ટીએ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં અને મહિલાઓ ઉપર થઈ રહેલાં અપરાધની સામે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ અવાજ ઉઠાવ્યો છે.

આ પહેલાં પણ માયાવતીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી અલીગઢ અને જામિયામાં થયેલી હિંસા પર દુખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે ટ્વિટ કર્યું – ‘નવા નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં કરવામાં આવેલી હિંસામાં પહેલા ઉત્તર પ્રદેશની અલીગઢ અને ત્યારબાદ જામિયા યુનિવર્સિટીમાં પણ ઘણા જ નિર્દોષ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભોગ બન્યા હતા. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને પક્ષ પીડિતોની સાથે છે.

તેમણે વધુમાં લખ્યું છે કે, નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલાં આંદોલન તેમજ ખાસકરીને અલીગઢ અને જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપર થયેલી પોલીસ બર્બરતા સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા અને તેની ન્યાયિક તપાસ કરવાની માંગને લઈને બસપા સંસદીય પક્ષ અલગથી રાષ્ટ્રપતિને મળશે, જેના માટે સમયની કરવામાં આવી છે.

READ ALSO

Related posts

BRTS-AMTS દોડતાં ધબકતુ થયું અમદાવાદ શહેર, આ નિયમોનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ચીન સાથે તણાવની વચ્ચે ભારતે એવા હથિયારનો આપ્યો ઓર્ડર કે દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

Mansi Patel

આજથી શરૂ થઈ અમદાવાદની લાઈફ લાઈન ગણાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!