GSTV

અસમમાં CISFના જવાનોને મોકલવામાં આવી ડી-વોટર નોટિસ, લોકોએ સરકારને ઘેરી

Last Updated on July 9, 2019 by

અસમમાં CISFના એક જવાનનું નામ ડી-વોટર યાદીમાં આવ્યું છે. રવિવારે જવાન તરફથી દાવો કરવામાં આવ્યો કે તેમને અસમના કામરૂપ જિલ્લાના ફૉરેનર્સ ટ્રિબ્યુનલ તરફથી ડાઉટફુલ વોટર નોટીસ મોકલવામાં આવી છે. આ નોટીસના કારણે તેને તરત જ પશ્ચિમ બંગાળના બાંકુરા સ્થિત પોતાના ઘરેથી અસમ આવવા મજબૂર થવું પડ્યું.

CISFના જવાન અલી જે અસમના નાગરબેરાના દલગાંવના રહેવાસી છે તેઓ ડી-વોટર નોટીસ મળવાથી આશ્ચર્યચકિત છે. તમામ ડૉક્યુમેન્ટ હોવા છતાં વિદેશે તેમણે પ્રશ્ન કર્યો, 25 વર્ષ સુધી CISFની સાથે જોડાઈ રહેવા અને દેશની સેવા બાદ મને ખબર નથી કે મારે કેવી રીતે પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવી જોઈએ.

શુ સરકાર આ રીતે જ મને સન્માનિત કરવા ઈચ્છે છે? અલીએ જણાવ્યું કે તેમની પાસે જરૂરી તમામ ડૉક્યુમેન્ટસ છે. અલીની પાસે સન 1947થી લઈને અત્યાર સુધી જરૂરી તમામ ડૉક્યુમેન્ટસ છે. આમાં તેમના પિતાના સ્કુલ સર્ટિફિકેટ સુધી સામેલ છે. સરકારે આની જવાબદારી લેવી જોઈએ અને તેમને ન્યાય આપવો જોઈએ.

કામરૂપના ડેપ્યુટી કમિશ્નર કમલ કુમાર વૈશ્યએ જણાવ્યું કે તેમને આ નોટીસ વિશે અત્યારે ખબર પડી છે અને તેઓ આ મામલાને જોશે. અલીને ડી-વોટર નોટીસ મળ્યા બાદ સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. સ્થાનિક નાગરિક સરકાર પાસે માગ કરી રહ્યા છે કે લોકોનું શોષણ બંધ થવું જોઈએ.

Read Also

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!