GSTV

CISFના કર્મચારી પર સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધ, સરકારની નીતિઓનો નહી કરી શકે વિરોધ

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ પોતાના અંદાજે 1.62 લાખ કર્મચારીઓને સોશયલ મિડીયાનો ઉપયોગ મામલે કેટલા નવા દિશા નિર્દેશ જાહેર કર્યાં છે. જે હેઠળ કર્મચારીઓ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી તમામ સોશયલ મિડીયા પ્લેટફોર્મસ ઉપર ઉપયોગ થઈ રહેલા પોતાના યુઝર આઈડીનો ખુલાસો ઈકાઈની સામે કરવાનો નિર્દેશ દેવામાં આવ્યો છે. સરકારની નીતિઓની આલોચના નહીં કરવા માટે પણ કહેવાયું છે. એક અધિકારીક આદેશમાં આ જાણકારી દેવામાં આવી છે.

કરાયો છે આ આદેશ

નવા દિશા નિર્દેશને 31 જુલાઈથી લાગુ કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું ઉલંઘન કરનારા ઉપર કાયદાકીય અને અનુશાસનિક કાર્યવાહીનો સામનો કરવો પડશે. સીઆઈએસએફ મુખ્યાલય દ્વારા દેવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન મંચોથી રાષ્ટ્રીય સુરક્ષા દળના અનુશાસન ઉપર તોળાઈ રહેલા જોખમને ધ્યાને રાખીને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ સ્થળો ઉપર બજાવી રહ્યાં છે ફરજ

સીઆઈએસએફ હાલ દેશમાં 63 હવાઈ મથકો, હવાઈક્ષેત્ર સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ પરિસંપતિઓ સિવાય તમામ સરકારી મંત્રાલયો અને ભવનો વિગેરીની સુરક્ષા કરે છે. દિશાનિર્દેશમાં જણાવવામાં આવ્યું છે કે, તે એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે કે, કેટલાક એવા ઉદાહરણ સામે આવ્યાં છે જ્યાં સોશયલ મિડીયા મંચોનો ઉપયોગ સીઆઈએસએફના કર્મી રાષ્ટ્ર, સંગઠનની સંવેદનશીલ માહિતીઓને મેળવવામાં અને સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે પણ કરી રહ્યાં છે.

નવા દિશાનિર્દેશમાં શું છે

નવા દિશાનિર્દેશમાં સીઆઈએસએફના કર્મચારીઓ અનુપાલન માટે પાંચ બિંદુ નક્કી કરવામાં આવ્યાં છે. કર્મીઓને ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ જેવી તમામ સોશયલ મિડીયા મંચો ઉપર પોતાના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા યુઝર આઈડીનો સંબધ અકાઈઓના માધ્યમથી વિભાગને ખુલાસો કરવાનો રહેશે. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, યુઝર આઈડીમાં કોઈ બદલાવ કરવા કે નવા બનાવવાની સ્થિતિમાં તેણે આ વખતે પણ વિભાગને સુચીત કરવું પડશે.

Related posts

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva

એપ્પલ ઈન્ડિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે અધધ… 53 લાખ રૂપિયા, જાણો આ પૈસાથી તમે કરી શકો છો આ મોટા કામ

Mansi Patel

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!