કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના એક કોન્સ્ટેબલે પોતાની સમજદારીથી દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર બેહોશ થઈને પડેલા મુસાફરનો જીવ બચાવ્યો છે. આ ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, આ શખ્સ અચાનક કાંપવા લાગ્યો અને બાદમાં જમીન પર પડી ગયો. ત્યારબાદ સ્થળ પર હાજર વિકાસ નામના કોન્સ્ટેબલે CPR આપી જીવ બચાવ્યો. જેના CCTV જોઇ તમે પણ સલામ કરી ઉઠશો.
#CISF personnel saved a precious life by giving CPR to a passenger namely Mr Satyanaran, R/O Janakpuri @ Dabri More Metro Station, DMRC, Delhi. Mr Satyanaran thanked CISF profusely for saving his life. pic.twitter.com/iqlMyeSIhd
— CISF (@CISFHQrs) January 18, 2021
CISF તરફથી આપવામાં આવેલ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે, પડી જવાથી વ્યક્તિના ચહેરા અને મોઢા પર ઈજા થઈ છે. જોકે, હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને હોંશમાં આવ્યા પછી સૈનિકોનો આભાર માન્યો છે.
કોન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ
CISF એ જણાવ્યું કે, કોન્સ્ટેબલ વિકાસે જ્યારે જોયુ કે, આ મુસાફર બેહોશ થઈ ગયો અને ઉંધે માથે પડવાને કારણે યોગ્ય રીતે શ્વાસ પણ લઈ શકતો નથી તો તેણે વિલંબ કર્યા વગર આ મુસાફરને કૃત્રિમ રીતે શ્વાસ (CPR) આપવાનું શરૂ કર્યું અને તે વ્યક્તિ હોંશમાં આવી ગયો.
શખ્સે હોસ્પીટલ જવાની મનાઈ કરી
બેહોશ થયેલ મુસાફરની ઓળખાણ દિલ્હીના જનકપુરીના રહેવાસી સત્યનારાયણના રૂપમાં થઈ છે. આ ઘટના બાદ વ્યક્તિને વધારાની તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને દિલ્હી મેટ્રો રેલ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી, પરંતુ આ વ્યક્તિએ હોસ્પિટલમાં જવાની ના પાડી હતી.
શું હોય છે CPR?
કાર્ડિયોપલમોનરી રિસસિટેશન એટલે CPR એક ઇમરજન્સી પરિસ્થિતિમાં પ્રયોગ થનારી પ્રક્રિયા છે. જે કોઈ વ્યક્તિના શ્વાસ રોકાઈ જવાની સ્થિતિમાં વપરાશ કરવામાં આવે છે. તેમાં બેહોશ વ્યક્તિને કૃત્રિમ રૂપથી શ્વાસ આપવામાં આવે છે. જેનાથી ફેફસાને ઓક્સીજન મળે છે. આ પ્રક્રિયામાં સ્વાસ પરત આવવા સુધી અથવા દિલની ધડકન સામાન્ય હોવા સુધી છાતીને દબાવવામાં આવે છે. જેનાથી શરીરમાં પહેલાથી હાજર ઓક્સીજનવાળું લોહી સંચારિત થતું રહે છે.
READ ALSO
- હાર્દિકનો હાથ છોડી ભાજપમાં ગયેલા પાટીદાર નેતાની પત્ની માટે આવ્યા ખુશીના સમાચાર, અહીંથી મેળવી ભવ્ય જીત
- LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપનો જયજયકાર: આ 4 નગરપાલિકાઓમાં જીતી તમામ બેઠકો, ચૂંટણી પરિણામમાં જાણો અત્યાર સુધીની સ્થિતિ
- મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી
- ભાજપની બલ્લે બલ્લે/ કોંગ્રેસના ગઢમાં મસમોટુ ગાબડું, આ 3 ધારાસભ્યોના પુત્રોની ભૂંડી હાર