GSTV
Gujarat Government Advertisement

થિયેટરોનો પ્રથમ દિવસ ઠંડો રહ્યો, પરંતુ વધુ સારા વિકેન્ડની આશા

Last Updated on October 17, 2020 by Mansi Patel

કોરોના વાયરસ અને લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત માર્ગદર્શિકા હેઠળ 16મી ઓક્ટોબરથી કેટલાક રાજ્યોમાં સિનેમાઘરો શરૂ થયા છે. જોકે શુક્રવારે પ્રથમ દિવસે દર્શકોની સંખ્યા અત્યંત ઓછી હતી. કોવિડ-19નું જોખમ જોતાં લોકો હજી પણ થિયેટરોમાં જતા અચકાતા હોય છે. સિનેમા સંચાલકો આશા રાખે છે કે સપ્તાહના અંતમાં સુધારો થશે.

50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની મંજૂરી આપી

કેન્દ્ર સરકારે 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે, એટલે કે સિનેમા હોલમાં અડધી ટિકિટો વેચવામાં આવશે. એક થિયેટરના જનરલ મેનેજર રાજ કુમાર મલ્હોત્રાએ કહ્યું કે – અમે પહેલા દિવસથી હાઉસફૂલની અપેક્ષા રાખતા નથી. અમે એમ પણ નથી માનતા કે 50 ટકા લોકો આવશે. બપોરે 12 વાગ્યાના શોમાં ફક્ત 50-60 લોકો જ પહોંચ્યા હતા. પરંતુ અમે ખુશ છીએ કે વસ્તુઓ શરૂ થઈ છે. આજે 50-60 લોકો બેઠા છે, તેઓ તેમના પરિવારોને કહેશે કે થિયેટરમાં જવું અને ફિલ્મ જોવી સલામત છે, તો વધુ લોકો આવવાનું શરૂ કરશે.

આ ફિલ્મો લગાવવામાં આવશે

કાર્નિવલ સિનેમાના વાઇસ પ્રેસિડેન્ટ કુણાલ સાહનીએ જણાવ્યું હતું કે, સિનેમા હોલ્સ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં ખુલ્ય છે. સવારે 11 વાગ્યે 25-30 લોકો ફિલ્મ’નો શો જોવા આવ્યા હતા અને જેમ જેમ વાત ફેલાશે તેમ તેમ વધારે લોકો આવશે. આર્ટિકલ 375, વોર, મલંગ અને ક્વીન જેવી ફિલ્મો લગાવામાં આવશે જેથી વધુ લોકો આવે. સ્થાનિક ભાષાઓમાંની ફિલ્મો પહેલાથી જ પંજાબ, ગુજરાત અને બંગાળમાં ચાલી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!