GSTV

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

કોરોનાની સાઈડ ઈફેક્ટ હજી પણ ઘણા ધંધા રોજગાર પડેલી છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આવી નહિ હોવના કારણે હજી સુધી સિનેમા ગૃહ શરુ થયા નથી જેને લઈને કરોડો રૂપિયાનું નુકશાન તો છે જ પરંતુ નવી મુવી રીલીઝ થઇ નથી એવામાં થીયેટરમાં શું બતાવવું તે પણ પ્રશ્ન છે.

  • સિનેમા સંચાલકોની હાલત કફોડી
  • ૬૦૦ કરોડથી વધુનું નુકસાન
  • સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

કોરોના સમયે લોક ડાઉન થયું આજે લગભગ ૬ માસ જેટલો સમય પસાર થઇ ગયો છે..પરંતુ હજી સુધી સિનેમા ગૃહ શરુ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. જેને લઈને અત્યાર સુધીમાં સંચાલકો ૬૦૦ કરોડ જેટલું નુકશાન વેઠી ચુક્યા છે. આવા સંજોગોમાં થીયેટર માલિકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે જેમ દુકાનના ટેક્ષમાં રાહત આપી એજ રીતે થીયેટરના ટેક્ષમાં પણ રાહત આપવામાં આવે કારણ કે એક રૂપિયાની આવક થઇ નથી કર્મચારીઓના પગાર ચૂકવ્યા હવે ટેક્ષ ના લાખો રૂપિયા ચૂકવી શકાય એવી સ્થિતિ નથી કારણ કે હજી ક્યારે આ રોજગાર પહેલાની જેમાં ચાલુ થશે એ નક્કી નથી.

તો બીજી તરફ સ્થિતિ એ પણ થઇ છે કે સિનેમા ગૃહ જો કેન્દ્ર સરકાર ચાલુ કરવા માટે મંજુરી આપે તો થીયેટરમાં બતાવવું શું એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે. કારણ કે નવી મુવી કોઈ રીલીઝ થઇ નથી અને બીગ બજેટ મુવી હોવાના કારણે આ મંદીમાં નવી મુવી રીલીઝ થવાની શક્યતા નથી. આવામાં હવે જો થીયેટર ચાલુ કરવાની મંજુરી આપવામાં આવે તો સંચાલકો જૂની હીટ ફિલ્મો બતાવવા પ્રયાસ કરશે લગભગ લોકો મુવી જોવા નાં આવે પરંતુ મુવી રસિકો ચોક્કસ મુવી જોઇને મૂડ ફ્રેશ કરવા આવશે જેથી આવક તો નહીં થાય પરંતુ ફરી વખત આ ધંધો બેઠો થવાની શરુઆચ તો થશે એવી આશા સંચાલકો રાખી રહ્યા છે. સરકારે હજી સુધી કોઈ મંજુરી આપી નથી પરંતુ જો સરકાર મંજુરી આપે તો પહેલા તમામ સિનેમા ગૃહ સેનેટાઈઝ કારાશે અને તમામ ગાઈડ લાઈનનું પાલન કરશે તો બીજી તરફ જે કેપેસીટી હશે તેના કરતા ઓછા લોકોને બેસાડીને મુવી બતાવવામાં આવશે જેથી સંક્રમણથી પણ બચી શકાય પરંતુ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર મંજુરી આપે સાથે જ રાહત આપે એ પણ જરૂરી છે.

READ ALSO

Related posts

રૂપાણી સરકારની વધશે મુશ્કેલી : કોરોનાકાળમાં શિક્ષકોની આ માગ નહિં સતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Nilesh Jethva

બુમરાહને માત્ર બે જ ઓવર, કોહલીની આ તે કેવી કપ્તાની, ગૌતમ ગંભીરે વ્યક્ત કરી અકળામણ

pratik shah

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!