GSTV

ગુજરાત સરકારની મોટી જાહેરાત: 18 શહેર કર્યા કર્ફ્યુમુક્ત, ધાર્મિક પ્રસંગમાં 200 અને લગ્નમાં 100 જણાંની આપી છૂટ

Last Updated on June 25, 2021 by Pravin Makwana

કોરોનાની ગતિ મંદ પડતાં જ ગુજરાત સરકારે રાત્રી કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે. તેમાં ય કુલ 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી રાત્રી કરફ્યુ હટાવી લેવાયો છે જયારે 18 શહેરોમાં રાત્રી કરફ્યુના નિયંત્રણ યથાવત રાખવામાં આવ્યા છે. એટલુ જ નહીં,રાત્રી કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરાયો છે.

હવે 18 શહેરોમાં રાત્રી કરફ્યુની સમય અવિધ રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી છે. લાંબા સમય બાદ સિનેમાઘર,મલ્ટીપ્લેકસ અને ઓડિટોરિયમને ખુલ્લા રાખવા છૂટ અપાઇ છે. મહત્વની વાત એછેકે, બધાજ ધંધાર્થી,વ્યવસાયકારો-સ્ટાફ માટે કોરોનાની રસી લેવી ફરજિયાત કરાઇ છે. તા.27મી જૂનથી આ નિયમોનો અમલ કરાશે.

રાહત

કોરોનાએ લગભગ ગુજરાતમાંથી વિદાય લીધી છે ત્યારે રાજ્ય સરકાર ગુજરાતનુ જનજીવન ધમધમતુ થાય તે માટે રાત્રી કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે જેથી આમજનતાથી માંડીને વેપારીઓએ રાહત અનુભવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સૃથાને મળેલી કોર કમિટીએ એવો નિર્ણય કર્યો હતોકે, રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા ઉપરાંત વાપી, અકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, 

ભરૂચ, ભૂજ અને ગાંધીધામ એમ કુલ મળીને 18 શહેરોમાં રાત્રી કરફયુ યથાવત રાખવામાં આવ્યો છે.જયારે વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ, સોમનાથ, પાલનપુર, હિમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરામાં રાત્રી કરફ્યુ હટાવી લેવાયો છે. 

ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવ્યુ છે ત્યારે રાજ્ય સરકારે શહેરોમાં વ્યવસાયિક ્પ્રવૃતિ કરતા વેપારી, સેચાલકો, માલિકો અને સ્ટાફે 30મી જૂન સુધી રસી લેવા ફરજિયાત કરી છે.જયારે રાજ્યના અન્ય વિસ્તારોમાં બધા ધંધાર્થીઓ 10મી જુલાઇ સુધી ફરજિયાત રસી લેવાની રહેશે. 

હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે 12 કલાક સુધી હોમ ડિલીવરી કરી શકાશે. આ ઉપરાંત 60 ટકાની ક્ષમતા સાથે  હોટલ-રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 કલાક સુધી ખુલ્લી રહેશે.બજારો-દુકાનો પણ રાત્રે નવ વાગે સુધી ખુલ્લી રાખી શકાશે. લગ્ન પ્રસંગમાં ય હવે 100 જણાં ઉપસિૃથત રહી શકશે. સરકારે લગ્નપ્રસંગમાં જનારાની સંખ્યામાં વધારો કર્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી અંતિમક્રિયામાં 20 જણાં જઇ શકતા હતાં પણ હવે 40 જણાને છૂટ અપાઇ છે.

કોરોના કેસો ઘટયા છે ત્યારે સામાજીક,ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં હોલની ક્ષમતાના 50 ટકા આૃથવા 200 જણા હાજરી આપી શકશે. વાંચનાલયોને લીલીઝંડી અપાઇ છે. વાચનાલયોમાં 60 ટકાને મંજૂરી અપાઇ છે. લોકડાઉનમાં બંધ પડેલાં સિનેમાઘરો,મલ્ટીપ્લેક્સ પણ હવે દર્શકોની અવરજવર વધશે કેમકે, સરકારે અહી પણ 50 ટકા દર્શકો માટે છૂટછાટ આપી છે.

ઓડિટોરિયમાં પણ નાટકો,સંગીતના કાર્યક્મ શરૂ થશે. ઓડિટોરિયમમાં 50 ટકાની ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.છેલ્લા કેટલાંય વખતથી અમદાવાદ શહેરોમાં મ્યુનિ.સંચાલિત ટાઉનહોલ સહિત અન્ય ઓડિટોરિયમ બંધ પડયા છે તે હવે પુન એક વાર શરૂ થશે. બાગબગીચા ખુલ્લા રાખવાના સમયમાં વધારો કરાયો છે. કોરોનામાં ઘરમાં પૂરાયેલાં લોકો હવે રાત્રીના 9 વાગ્યા સુધી બાગબગીચામાં જઇ શકશે. 

એસટી બસોમાં સરકારે 75 ટકા મુસાફરો સાથે છૂટ આપી છે. મહત્વની વાત એછેકે, એસટી બસ કરફ્યુ સમયમાં ય ચાલુ રહેશે.આમ,સરકારે રાત્રી કરફયુ સહિત નિયંત્રણ હળવા કર્યા છે.

લોકડાઉન

કયા શહેરોમાંથી રાત્રિ કરફ્યુ હટાવાયો

વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ, સોમનાથ, પાલનપુર, હિમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ, ગોધરા, છોટા ઉદેપુર, વિરમગામ

કયા શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત

અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, ભૂજ, પાટણ, મોરબી, ગાંધીધામ 

હાઈલાઈટ્સ

*  આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો

*  આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે

*  રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે

*  આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

*  હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે

*  આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

*  લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે

*  અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ

*  સામાજિક- રાજકીય પ્રસંગો અને ધામક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે

*  વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ

*  એસટી  બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ

*  પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

*  રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

READ ALSO

Related posts

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!