GSTV

સિનેમા હોલ ખૂલી ગયા, મૂવી જોનારાને પેટીએમ આ સવલતો આપશે

Last Updated on October 17, 2020 by Mansi Patel

કોરોના અને લોકડાઉનને કારણે માર્ચ મહિનાથી બંધ કરી દેવાયેલા સિનેમા હોલ ગુરુવારથી ખૂલી ગયા છે ત્યારે દેશની સૌથી મોટી ઇવોલેટ કંપની પેટીએમ દ્વારા જાહેર કર્યું હતું કે તે હાલમાં ફિલ્મ નિહાળનારાઓને એક ડિજિટલ, કોન્ટેક્ટલેસ ઉપાયો અને સુરક્ષિત રીતે સિનેમા નિહાળવાનો અનુભવ પ્રદાન કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે તેઓ એ ખાતરી કરાવવા તમામ સિનેમા હોલ મેનેજમેન્ટ સાથે મળીને કામ કરી રહી છે કે હોલ સુરક્ષિત છે.

એક ટિકિટ સાથે બીજી ટિકિટ ફ્રી

પેટીએમ દ્વારા પીવીઆર સિનેમા સાથે ભાગીદારી કરવામાં આવી છે અને એક ટિકિટ ખરીદનારને બીજી એક ટિકિટ ફ્રી આપવામાં આવે છે. જોકે આ ઓફર મર્યાદિત સમય માટેની છે. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ સુરક્ષા અને કોન્ટેક્ટલેસ ઉપાયોથી પ્રેક્ષકોને સશક્ત બનાવી રહ્યા છે. મિની એપ સ્ટોર જેવા ઇનોવેટિવ ફિચર દ્વારા સિનેમાહોલમાં લાવવા માટે પ્રેક્ષકોમાં આત્મવિશ્વાસનો વધારો કરી રહ્યા છે. મિનિ એપ સ્ટોરનો ઉપયોગ કાર કે ટુ વ્હીલર બુક કરવા માટે પણ થાય છે. ફૂડ કાઉન્ટર પર પેટીએમ વોલેટ, પેટીએમ યુપીઆઈ અને કાર્ડનો ઉપયોગ કરીને સામાન ખરીદી શકાય છે.

Related posts

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!