GSTV

મોટા પડદા પર ફિલ્મો જોવાની મજા ફરીથી માણી શકાશે, આ તારીખથી થિયેટરો શરૂ કરવા આદેશ

Last Updated on September 25, 2021 by Zainul Ansari

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 22 ઓક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટી પ્લેક્સ ફરી ખોલવાની જાહેરાત કરી હતી. આ સાથે કોવિડ ગાઈડલાઈન્સના પ્રોટોકલનું પાલન કરવું જરૂરી રહેશે. આ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વર્ષા સ્થિત સત્તાવાર નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મામલે વહેલી તકે એસઓપી જાહેર કરવાની વાત કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં સાંસદ સંજય રાઉત, રાજ્યના મુખ્ય સચિવ, ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટી અને કુણાલ કપૂર, થિએટર પર્સનાલિટી મકરંદ દેશપાંડે સહિતના લોકો સામેલ હતા. સરકારે 7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળો ખોલવાની અગાઉ જાહેરાત કરી હતી. આ ઉપરાંત 4 ઓક્ટોબરથી શાળાઓ ફરી ખોલવાના આદેશ પણ અપાયો છે.

Read Also

Related posts

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!