GSTV
Home » News » ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

રશિયાની અનુભવી સ્વેત્લાના કુઝનેત્સોવાએ ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ટોચની ક્રમાંકિત ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્લે બાર્ટીને હરાવીને અપસેટ સરજ્યો હતો. બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કુઝનેત્સોવા છેલ્લા કેટલાક સમયથી ઇજાઓ સામે ઝઝૂમી રહી છે, પરંતુ તેણે બાર્ટીને 6-2, 6-4થી હરાવી હતી.

ફાઈનલમાં તે યુનાઇટેડ સ્ટેટ્સની મેડિસન કીઝ સામે ટકરાશે અને તેનું 19 મો ડબ્લ્યુટીએ ટાઇટલ જીતવાનો પ્રયત્ન કરશે. 2017 ની યુએસ ઓપનના ઉપ વિજેતા કીઝે દેશબંધુ સોફિયા કેનિનને 7-5 6-4થી હરાવી. આ રીતે કુઝનેત્સોવાએ બાર્ટીને રેન્કિંગમાં નંબર વન બનતા અટકાવી હતી.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!