GSTV

CID દ્વારા સમન્સ / ભાજપના આ રાજકીય નેતા બોડીગાર્ડના નિધન બાબતે આવ્યા શંકાના ઘેરામાં, થઇ શકે છે CID તપાસ

Last Updated on September 5, 2021 by Zainul Ansari

હાલ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ જ નથી લઇ રહી. એક તરફ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ટીએમસીમાં આવેલા નેતાઓ પર પણ સરકારની આકરી નજર છે. હાલ વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની મુશ્કેલીઓમાં પણ વધારો થઇ શકે તેવી સ્થિતિ જણાઈ રહી છે.

ભાજપના નેતાના ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુભબ્રત ચક્રવર્તીના મોત મુદ્દે સીઆઈડીએ તેમને હાલ સમન્સ પાઠવ્યા છે. આ સમન્સમાં તેમને આવતીકાલે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના એક વિશેષ દિગ્ગજ નેતા અને એક સમયે મમતા બેનર્જીના અંગત લોકોમાં ગણાતા શુભેન્દુ અધિકારી અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

એક તરફ ધારાસભ્યોનો પાર્ટી છોડવાનો સિલસિલો ચાલી રહ્યો છે જેના કારણે હાઇ કમાન્ડ નારાજ છે ત્યારે હવે અન્ય કાનૂની બાબતો પણ આ સંકટના સમયે તેમની મુશ્કેલીઓ વધારવા માટે સામે આવી રહી છે. CID દ્વારા હાલ શુભેન્દુ અધિકારીના બોડીગાર્ડના મોત મામલે તપાસ ચાલી રહી છે અને જુલાઈમાં આ તપાસ બાબતે શુભેન્દુના ઘરે પણ CIDની ટીમ પહોંચી હતી.

આ છે આખી ઘટના :

આજથી ત્રણ વર્ષ પહેલા 13 ઓક્ટોબર, 2018 ની સવારે લગભગ સાડા દસ વાગ્યે બોડીગાર્ડ સુભબ્રતે કથિત રીતે પોતાના માથામાં ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેને કલકત્તાના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યો હતો પરંતુ, તેમનુ મોત નીપજ્યુ હતુ. સુભબ્રતના પત્ની સુપર્નાએ પોલીસને આ મામલા અંગે ફરિયાદ કરીને જણાવ્યું હતુ કે, તેમને આત્મહત્યાના આ એંગલ પર શંકા છે માટે આ કેસની વિશેષ તપાસ કરવામાં આવે.

મમતા બેનર્જી પર પણ હાથ ધરાઈ તપાસ :

સીઆઈડી તરફથી શુભેન્દુ અધિકારીને હાલ ખુબ જ કપરા સમયે સમન્સ પાઠવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમના પત્નીને કેન્દ્રીય તપાસ એજન્સી EDએ કોલસા કૌભાંડ કેસ માટે બોલાવ્યા છે. ત્યારે ભાજપ સરકાર પરથી આ સંકટનો સમય ક્યારે દૂર થશે એ તો આવનાર સમય જ જણાવશે.

Read Also

Related posts

હેલ્થ ટિપ્સ/ જો તમને આ બીમારી હોય તો ભૂલથી પણ ના કરતા જીરાના પાણીનું સેવન, ખરાબ થઇ જશે હાલત

Bansari

મોટી રાહત/ સરકારની આ યોજનાનો લાભ હવે માર્ચ મહિના સુધી મળશે, જોઈ લો શું છે સમગ્ર પ્રોસેસ

Pravin Makwana

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!