ઉંઝા એપીએમસીમાં કલર ચઢાવેલી વરિયાળીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. ઉનાવા પાસેના અતુલદાસ ખોડીદાસ પટેલના ગોડાઉનમાં સીઆઇડી ક્રાઇમે પહેલા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઇ જેમાં ડુપ્લીકેટ વરિયાળી બનાવાનું કૌભાંડ સામે આવ્યુ. જે બાદ પોલીસે કુલ 14 લાખનો 37 હજાર કિલો આસપાસનો માલ કબજે કરીને સીઝ કર્યો. આ સાથે ફૂડ વિભાગે વરિયાળીના 3 સેમ્પલ એફએસએલ તપાસ માટે મોકલ્યો છે. તપાસમાં એવું સામે આવ્યુ છેકે હલકી કક્ષાની વરિયાળી 900 રૂપિયાના ભાવે ખરીદીને તેમાં કલર મિશ્રિત કરીને તેને 2300 રૂપિયાના ભાવે બજારમાં વેચી મારવામાં આવતી હતી. ત્યારે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
READ ALSO

- હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી
- કોવેક્સિનની અસરકારક્તા સામે સવાલો થયા ઊભા, દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા!
- મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણ પર રોક, બે દિવસ પછી ફરી શરૂ કરવા પર લેવાશે નિર્ણય
- વાર્યા ન વરે એ હાર્યા વરે : આખા જગતમાં ભારતમાં સૌથી વધુ 40 કરોડ યુઝર્સ, વૉટ્સઅપે નવી પોલિસીની ડેડલાઇન 3 મહિના વધારી