GSTV

આવો પુલાવ નહીં જ ખાધો હોય તમે! આજે ડિનરમાં ટ્રાય કરો કંઈક નવું, બનાવો ‘ચટણી પુલાવ’

ચટણી પુલાવ

પુલાવ તો તમે ઘણી વખત ખાધો જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? ક્યાંરેય પુલાવને ચટણી સાથે ટેસ્ટ કર્યો છે? જો ના તો એક વખત જરૂરથી ટ્રાય કરો. આ રેસીપિ બનાવીને આજની ડિનર ડિસને કરો પૂર્ણ.

જરૂરી સામગ્રી

  • એક કપ બાસમતી ચોખા
  • એક ડુંગળી ઝીણી સમારેલી
  • એક ગાજર ઝીણું સમારેલું
  • એક બટાકુ સમારેલુ
  • અટધી નાની ચમચી હળદળ પાઉડર
  • એક તજ પત્તુ
  • 2 લવિંગ
  • 2 ઈલાયચી
  • 4 મરી
  • એક નાની ચમચી લીંબુનો રસ
  • સ્વાદ અનુસાર મીઠું
  • તેલ

ચટણી માટે સામગ્રી

  • એક અડધી ચમચી કોથમિર
  • અડધો કપ ફુદીનો
  • લસણની 4 કળી
  • આદુનો નાના ટુકડો
  • જીરુ
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  • સૌથી પહેલા ચોખાને ધોઈને પાણીમાં 30 મિનિટ સુધી પલાડી રાખો.
  • હવે ચટણી તૈયાર કરવા માટે મિક્સર જારમાં કોથમિર, ફુદીનો, લાલ મરચુ, લસણ, જીરુ, મીઠુ અને થોડુ પાણી નાખી તેને ગ્રાઈન્ડરમાં દળીને ચટણી બનાવી લો.
  • ત્યાર બાદ ગેસ પર કુકરમાં તેલ ગરમ કરો.
  • તેલમાં તજ પતું, લવિંગ, ઈલાયચી અને મરી પાવડર નાખીને ધીમી આચ પર ફ્રાય કરી લો.
  • ત્યાર બાદ કુકરમાં ડુંગળી નાખીને તેને શેકી લો.
  • ડુંગળીનો રંગ ગોલ્ડન બ્રાઉન થવા પર તેમાં ચટણી નાખીને મિક્સ કરી લો.
  • હવે કુકરમાં બટાકા, ગાજર, હળદળ અને મીઠુ નાખીને મિક્ષ કરો.
  • હવે ચોખા રાંધવા માટે તેમાં જરૂર પ્રમાણે પાણી અને લીંબુનો રસ નાખીને મિક્ષ કી લો. પછી તેમાં કુકરનું ઢાંકણું લગાવી દો.
  • હવે મધ્યમ ફ્લેમ પર ચોખા પકવીને કુકરની 1થી 2 સીટી થવા સુધી પકકવા દો. તૈયાર છે કુકર પુલાવ.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!