GSTV

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

જો તમે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો તરત જ તેને અપડેટ કરો. આમ ન કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં, ગૂગલે ક્રોમ, વિન્ડોઝ, મેક અને Linux કમ્પ્યુટર્સ માટે ઉચ્ચ સ્તરીય સુરક્ષા પેચ બહાર પાડ્યો છે.સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ આ સુરક્ષા પેચો જાહેર કર્યા છે. ક્રોમમાં કેટલીક ભૂલો સામે આવી છે. જેના કારણે હેકર્સ ટાર્ગેટ કમ્પ્યુટરને હેક કરી શકે છે.

આ ઈશ્યુ ગૂગલ પ્રોજેક્ટ ઝીરો ના સિક્યોરિટી રિસર્ચરે જ શોધી કાઢ્યું

ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરમાં આ ઈશ્યુ ગૂગલ પ્રોજેક્ટ ઝીરો ના સિક્યોરિટી રિસર્ચરે જ શોધી કાઢ્યું છે. રિપોર્ટ મુજબ 19 ઓક્ટોબરે ક્રોમની આ ખામીની ખબર પડી ગઈ છે. અને હવે તે આ ખામીને અપડેટ કર્યા બાદ જાહેર કરવામાં આવી રહી છે.
મહત્ત્વની વાત એ છે કે નિયમો અનુસાર, એકવાર કોઈ ખામી જોવા મળ્યા બાદ સંશોધકો ત્યાં સુધી તેને જાહેર નથી કરી શખતા જ્યાં સુધી કંપની તેને ઠીક ના કરી લે. કારણ કે એવામાં કોઈ પણ આ ખામીનો ફાયદો ઉપાડીને યુઝર્સને નુકસાન કરી શકે છે.

તે કઈ પ્રકારની સમસ્યા છે તેની ચોક્કસ ખબર નથી

આ મુદ્દામાં zero-day vulnerability પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે ઝીરો-ડે એ એક પ્રકારની ખામી છે જે સોફ્ટવેર અથવા હાર્ડવેરમાં જોવા મળતી હોય છે. તેને ઝીરો ડે એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે તે કઈ પ્રકારની સમસ્યા છે તે પૂર્ણરૂપે ખબર નથી. જ્યાં સુધી કંપની આ ભૂલો વિશે શોધી લેશે નહીં અને તેને પેચ અર્થાત ફિક્સ નથી કરી લેતી ત્યાં સુધી તે ઝીરો ડે હોય છે. બાદમાં તેને વન-ડે કહેવામાં આવે છે.

Chrome 86.0.4240.111 વર્ઝનનું અપડેટ આવી ચૂક્યું છે

ગૂગલ પ્રોજેક્ટ ઝીરોના બેન હોક્સએ ટ્વિટર પર ગુગલ ક્રોમની આ સમસ્યા વિશે જાણ કરી અને ચેતવણી આપી છે. જો કે, તેમણે કઈ સમસ્યા હતી તે નહોતું જણાવ્યું. જો કે, Chrome 86.0.4240.111 વર્ઝનનું અપડેટ આવી ચૂક્યું છે અને આ હાઈ લેવલ સિક્યોરિટી પેચ છે અર્થાત તમને તત્કાળ જ અપડેટ કરવું જોઈએ.

આ મુખ્ય અપડેટ્સ એક કે બે દિવસમાં દરેકને જાહેર કરવામાં આવશે

ગૂગલના ઓફિશિયલ બ્લોગ મુજબ, આ મુખ્ય અપડેટ્સ એક કે બે દિવસમાં દરેકને જાહેર કરવામાં આવશે. તમે તેને તમારા કમ્પ્યુટર પર પણ ચકાસી શકો છો. જો અપડેટ આવી ગયું છે, તો તેને અપડેટ કરો. જ્યારે આ અપડેટ દરેકના કમ્પ્યુટર પર પહોંચે છે, ત્યારે તે સ્પષ્ટ થઈ જશે કે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરમાં સમસ્યા શું છે. આ અપડેટમાં કુલ પાંચ સુરક્ષા ફિક્સનો સમાવેશ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ બગ ડિટેઈલ્સ જણાવવામાં નહીં આવે ત્યાં સુધી મોટા ભાગના યુઝર્સ આ ફિક્સથી પોતાના ક્રોમ અપડેટ ના કરી લે.

READ ALSO

Related posts

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah

ખેડૂત આંદોલનને લઈને બોલિવૂડમાં જંગ છેડાઈ, કંગના અને દિલજીત વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ ગાળાગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!