ગોવામાં આ જગ્યાએ થાય છે ક્રિસ્મસની ધૂમ, જુઓ PHOTOS

ગિફ્ટ અને તમામ આનંદથી ભરેલુ પર્વ ક્રિસમસ નજીક છે. એવામાં દરેકની ઈચ્છા હોય છે કે આ ખાસ તહેવારને કોઇ સારી જગ્યાએ મનાવીને વધુ સારો બનાવી શકાય છે. જો તમે પણ કંઇક એવુ પ્લાન કરી રહ્યાં છો તો આવો તમને લઇ જઇએ લોકોની મનપસંદ જગ્યામાંથી એક ‘ગોવા’..

બનો કેરળનો હિસ્સો

ગોવામાં મધ્યરાત્રિમાં કેરળનો હિસ્સો બનવો ખૂબ જ સુખદ અનુભવ છે. દરેક પ્રકારે રંગબેરંગી રોશની વચ્ચે મધ્યરાત્રિના સમયે અને પ્રભુ ઈશુના પ્રાર્થના કરતા અનુયાયી. તો અહીં આવીને તમે પણ કેરળ સિંગિંગ, કેન્ડલ લાઇટિંગ અને પ્રાર્થનાનો હિસ્સો બની શકો છો.

ભૂલી જાઓ ડાયટિંગ

આમ તો ગોવાને શાનદાર ડિસ માટે ઓળખવામાં આવે છે, પરંતુ ક્રિસ્મસ પર અહીં સ્વાદિષ્ટ પકવાન બને છે. આ પકવાનોની લાંબી યાદી છે. જેની ખુશ્બુ આવતા જ બની શકે છે કે તમે બધુ ડાયટિંગ ભૂલી જાઓ.

ક્રિસ્મસ ઈવ અને બીચ પર પાર્ટી

ક્રિસ્મસ ઈવનિંગ એટલેકે ક્રિસ્મસની પૂર્વ સંધ્યાએ અહીં ખૂબ મસ્તી અને ધમાલ થાય છે. લોકો બીચ પર જઇને ક્રિસ્મસ ડાન્સ અને સિગિંગ કરે છે.

રોશનીથી ઝગમગતુ આકાશ

ગોવામાં ક્રિસ્મસ ખાસ એટલા માટે હોય છે કારણકે આ પ્રસંગે આકાશમાં આતશબાજી કરવામાં આવે છે. જેનું આયોજન ક્રિસ્મસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. આ ખૂબ જ રોમાંચક હોય છે, વાદળી આકાશ પર વિખેરાતી રંગબેરંગી રોશની. આ ક્રિસ્મસને વધુ ખાસ બનાવે છે.

સમસ્યા અને ટેન્શન ભગાડે છે ક્રિસ્મસ

ક્રિસ્મસ દરમ્યાન ગોવામાં એક પારંપરિક ખાસ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. તે દિવસે બધા પુતળાને વૃદ્ધની વેશભૂષામાં તૈયાર કરાય છે. ત્યારબાદ સળગાવી નાખે છે. મનાઇ રહ્યું છે કે આ રીતે બધી સમસ્યા અને ટેન્શનને દૂર ભગાડી દેવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter