GSTV

Photo / ક્રિસમસ આવે છે, કોરોનાને ભૂલીને ફેશન પાટનગર પેરિસ થયું ઝળાંહળાં

Last Updated on November 25, 2021 by pratik shah

ખ્રિસ્તી ધર્મ તેમજ પશ્ચિમી દેશોનો મુખ્ય તહેવાર એટલે ક્રિસમસ-નાતાલ. ક્રિસમસના તહેવાર આડે હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે, જેને પગલે દુનિયાભરમાં ક્રિસમસની તૈયારીઓ થવા લાગી છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં ક્રિસમસની સૌથી શાનદાર ઉજવણી થાય છે. જેને માણવા માટે દુનિયાભરના લોકો આવે છે. જે રીતે ભારતમાં દિવાળી એ સૌથી મોટો અને મુખ્ય તહેવાર છે કે જેની તૈયારીઓ પણ મહિના પહેલા શરુ થાય છે, તેવી જ રીતે ક્રિસમસની તૈયારીઓ પણ અગાઉથી શરુ થઇ જાય છે.

મહિના અગાઉથી જ ખરીદી શરુ કરી દે છે

લોકો મહિના અગાઉથી જ ખરીદી શરુ કરી દે છે. જેથી યુરોપિયન દેશોમાં અત્યારથી જ ક્રિસમસની ખરીદી માટેના માર્કેટ ખુલી ગયા છે. આ સિવાય શોપિંગ મોલ અને શહેરના માર્કેટ એરિયાને શણગારવામાં આવે છે. ક્રિસમસનું એક આકર્ષણ આ પ્રકારનું લાઇટિંગ અને સુશોભન પણ હોય છે.

દુકાનો, બજારો, શોપિંગ મોલ્સ, હોટેલ, બાર વગેરે તમામા વસ્તુઓ ક્રિસમસ લાઇટથી સુશોભિત થઇ રહી છે

ખાસ કરીને ક્રિસમસને ધ્યાને રાખીને જે લાઇટીંગ કરવામાં આવે છે તે અદ્ભુત હોય છે. અહીં જે તસવીરો આપવામાં આવી છે તે ફ્રાન્સની રાજધાની પેરિસની છે. પરિસ શહેર પણ અત્યારે ક્રિસમસની તૈયારીઓથી ઝળહળી ઉઠયું છે. દુકાનો, બજારો, શોપિંગ મોલ્સ, હોટેલ, બાર વગેરે તમામા વસ્તુઓ ક્રિસમસ લાઇટથી સુશોભિત થઇ રહી છે.

વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવર અને તેની આસપાસ પણ આવી લાઇટિંગ ગોઠવાઇ છે. તો દુકાનો અને મોલમાં ખાસ થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવ્યું છે. ક્યાંક સાંતા ક્લોઝના પૂતળા છે, તો ક્યાંક ક્રિસમસ ટ્રી મૂકવામાં આવ્યા છે. જાયન્ટ ક્રિસમસ ટ્રી અને જાયન્ટ સાંતા ક્લોઝ લોકોને આકર્ષી રહ્યા છે. ક્રિસમસની સાથે લોકો નવા વર્ષની ઉજવણીની પણ તૈયારીઓ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે ગયા વર્ષે દુનિયાભરમાં વિવિધ પ્રતિબંધો હતો, ક્રિસમસની ઉજવણી પણ થઇ શકી નહોતી. ત્યારે આ વર્ષએ લોકો બમણા ઉત્સાહ સાથે ક્રિસમસની રાહ જોઇ રહ્યા છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!