GSTV
Home » News » IPL: ક્રિસ ગેલનો વિશ્વ વિક્રમ T-20માં 100 વખત બનાવ્યા 50+ નો સ્કોર

IPL: ક્રિસ ગેલનો વિશ્વ વિક્રમ T-20માં 100 વખત બનાવ્યા 50+ નો સ્કોર

કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનાં બોલરોને બરાબર ધોયા હતા. અને 64 બોલમાં અણનમ 99 રન બનાવ્યા હતા. જેમાં ગેલે તેની ઇનિંગમાં દસ ચોક્કા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે ગેલે ટી 20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે.

હકીકતમાં ક્રિસ ગેલે ટી 20 ક્રિકેટમાં 100 વખત 50 થી વધુ રન ફટકારનારા પ્રથમ ખેલાડી બન્યા છે.જ્યારે ટી -20 ક્રિકેટમાં સૌથી વધારે 100થી વધુ રન બનાવનાર ખેલાડીઓ વિશે વાત કરતાં ક્રિસ ગેલ આ યાદીમાં ટોચ પર છે. ત્યારે ઑસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, જેમણે 73 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. ત્યારે આ યાદીમાં વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. કોહલીએ આ વર્ષે 63 વખત 50 કે તેથી વધુનો સ્કોર કર્યો છે.

ટી -20 ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર – ક્રિસ ગેઇલ – 100 વખત, 2. ડેવિડ વોર્નર – 73 વખત, 3. વિરાટ કોહલી – 63 વખત

ગેલનાં નામે ટી 20 ક્રિકેટમાં 21 સદી અને 79 અડધીસદી છે. ત્યારે ક્રિસ ગેલની સદી આ મેચમાં પૂરી થઈ નથી. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબની ઈનિંગનાં છેલ્લા બોલે ગેલને સદી ફટકારવા માટે છ રનની જરૂર હતી. પરંતું ગેલ છેલ્લા બોલે ચોગ્ગો મારી શક્યા અને તેમની ઈનિંગ 99 રનથી અણનમ રહી હતી. જ્યારે આઈપીએલના ઇતિહાસમાં સુરેશ રૈના ગેલ પછી બીજા નંબરના બેટ્સમેન છે, જે 99 રનથી અણનમ રહ્યા હતા. જો ગેલે આ એક સદી ફટકારી હોત તો તે આઈપીએલમાં તેમની સાતમી સદી હોત. હાલમાં, આઈપીએલમાં છ સદીનો રેકોર્ડ હજી તેમના નામ પર છે.


આઈપીએલમાં 99 રનને અણનમ રહેલા બેટ્સમેનો

સુરેશ રૈના (ચેન્નઈ સુપર કિંગ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ) હૈદરાબાદ 2013

ક્રિસ ગેઇલ (કિંગ્સ ઈલેવન પંજાબ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર) મોહાલી 2019

READ ALSO

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!