GSTV
Home » News » ક્રિસ ગેલે કર્યો મોટો ધમાકો, IPLમાં સૌથી ઝડપી પૂર્ણ કર્યા 4 હજાર રન

ક્રિસ ગેલે કર્યો મોટો ધમાકો, IPLમાં સૌથી ઝડપી પૂર્ણ કર્યા 4 હજાર રન

કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહેલા વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલમાં પોતાના ચાર હજાર રન પૂર્ણ કર્યા છે. સૌથી મોટી વાત છે કે ગેલે આ આંકડો સૌથી ઝડપી પાર કર્યો છે. સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનની સામે રમાયેલી મેચ તેમની 112મી મેચ હતી, જેમાં તેમણે આ મોટી સિદ્ધી પ્રાપ્ત કરી હતી. આ અગાઉ આ રેકોર્ડ ડેવિડ વૉર્નરના નામે હતો.

જુઓ ઓછી ઈનિંગમાં 4 હજાર રન બનાવનારા ક્રિકેટર

112 ક્રિસ ગેલ
114 ડેવિડ વૉર્નર
128 વિરાટ કોહલી
140 સુરેશ રૈના
140 ગૌતમ ગંભીર

આઈપીએલમાં સૌથી વધારે રન (ગેલ 8મા સ્થાને)

  1. સુરેશ રૈના, 177 મેચ, 5004 રન
  2. વિરાટ કોહલી, 164 મેચ, 4954 રન
  3. રોહિત શર્મા, 174 મેચ, 4507 રન
  4. ગૌતમ ગંભીર, 154 મેચ, 4217 રન
  5. રોબિન ઉથપ્પા, 166 મેચ, 4121 રન
  6. શિખર ધવન, 144 મેચ, 4101 રન
  7. ડેવિડ વોર્નર, 115 મેચ, 4099 રન
  8. ક્રિસ ગેલ, 113 મેચ, 4073 રન

શરૂઆતમાં ક્રિસ ગેલ ધીમે રમતા હતાં, પરંતુ તેમણે તોફાની ઈનિંગ ત્યારે શરૂ કરી જ્યારે રાજસ્થાનના સૌથી મોંઘા બોલર જયદેવ ઉનડકટે 12મી ઓવર લીધી. ગેલે પ્રથમ ચાર બોલમાં ચોગ્ગા અને પાંચમા બોલમાં છગ્ગો લગાવી દર્શકોને રોમાંચિત કર્યા. ગેલે આ ઓવરમાં 23 રન લીધા. સાથે જે તેમણે 33 બોલમાં પોતાની અર્ધસદી ફટકારી હતી.

READ ALSO

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

Arohi

WORLD CUP બાદ લઈ શકે છે આ 5 દિગ્ગજ સંન્યાસ

Arohi