GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

VIDEO: વિસ્ફોટક બેટ્સમેન ગેલ બન્યા સિંગર, પોતાના 22 કરોડના બંગલામાં શૂટ કર્યુ આ ગીત

વેસ્ટઈંડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ હવે સિંગર પણ બની ગયા છે. તેમણે ઈંસ્ટાગ્રામ પર પોતાનુ ગીત રિલીઝ કર્યુ છે. ગેલ કોરોનાવાયરસના કારણે ક્રિકેટ ન યોજાવા પર ઘરમાં જ પાર્ટી કરતા નજર આવ્યા :છે, તેમણે પોતાની મૂડના હિસાબથી પાર્ટી સોંગ પણ તૈયાર કરી લીધુ છે. ખાસ વાત તો એ છે કે, ગેલે આ ગીતને પોતાના બંગલામાં જ શૂટ કરાવ્યુ છે. વીડિયોમં તેમનો આલીશાન બંગલાની સુંદરતા જોવા મળી રહી છે. ગેલ પહેલા વેસ્ટઈંડીઝના ઓલરાઉંડર ડુવેન બ્રાવો પણ સિંગર બની ચૂક્યા છે.

ગેલનો બંગલો 3 માળનો છે

ગેલના ગીત ‘TOO HOT’ ના મુખ્ય સિંગર સ્ટાઈલો છે. પોતાના નામની જેમ આ સોંગ પણ હોટ છે. હવે વાત જો ગેલના બંગલાની કરીએ તો, તે ખૂબ જ મોંઘો છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે આ બંગલાની કિંમત 22 કરોડ બતાવવામાં આવી રહી છે. પાર્ટી કિંગ તરીકે જાણીતા ગેલનો બંગલો 3 માળનો છે. જેમાં ડાંસ ફ્લોર, થીયેટર, બિલિયર્ડ્સ રૂમ, સ્વિમિંગ પૂલ અને ક્લબ પણ છે. તે અહીંયા એક પ્રિંસની જેમ રહે છે. જણાવી દઈએ કે, ગેલની નેટવર્થ લગભગ 230 કરોડ રૂપિયા છે.

ગેલ ભરતમા IPLમાં પણ નજર આવે છે

તે વેસ્ટઈંડીઝના સૌથી ધનવાન ખેલાડીયોમાંથી એક છે. ગેલની વર્ષની આવકની વાત કરીએ તો, તે 38 કરોડ રૂપિયા કમાઈ છે. તે સિવાય તે ઘણા પ્રકારની જાહેરાતોમાં પણ જોવા મળે છે. ગેલ વેસ્ટઈંડીઝ સિવાય દુનિયાભરના T-20અને T-10 લીગમાં નજર આવે છે. વે T-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. ગેલ ભરતમા IPLમાં પણ નજર આવે છે. હાલમાં તે અનિલ કુંબલેની કોચિંગ અને કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ કિંગ્લ ઈલેવન પંજાબના સભ્ય છે.

ક્લબથી લઈને સ્વિમિંગપૂલ જેવી ફેસિલિટીઝ

પોતાના બંગલા વિશે ગેલે એક ઈંટરવ્યૂમાં જણાવ્યુ હતુ. આ ઓપનર બેટ્સમેન પ્રમાણે, તેમના ઘરમાં સ્ટ્રિપ ક્લબથી લઈને સ્વિમિંગપૂલ જેવી ફેસિલિટીઝ છે. ગેલનુ માનવુ છે કે, એક ક્રિકેટરના ઘર પર સ્ટ્રિપ ક્લબ હોવી જોઈએ. ત્યાંજ તેમના કનેક્શનમાં મર્સડીઝ, લેર્મ્બોર્ગિનીથી લઈને લેંડ ક્રૂજર અને હાર્લે ડેવિડસન બેડ બ્વોય સુધી સામેલ છે. ગેલના નવા સાંગને ઈંસ્ટાગ્રામ પર અત્યાર સુધી 70 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. ફેન્સ તેમના ગીતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!