GSTV
Home » News » VIDEO: જયપુરમાં IPL મેચ દરમિયાન લાગ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા

VIDEO: જયપુરમાં IPL મેચ દરમિયાન લાગ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા

છત્તીસગઢ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આઈપીએલ મેચનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. 24 સેકન્ડના આ વીડિયોમાં લોકો ચોકીદાર ચોર હૈના નારા લગાવી રહ્યાં છે.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સોમવારે યોજાયેલી મેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને સાથે એવો દાવો કરાઈ રહ્યો છે કે સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ વાયરલ વીડિયોમાં 5 વખત આ સાંભળવામાં આવ્યું. આઈપીએલ 2019ની આ ચોથી મેચ હતી.

આ વીડિયોને પોસ્ટ કરતા છત્તીસગઢ કોંગ્રેસે લખ્યું કે,

“જ્યારે આઈપીએલ મેચ દરમિયાન ચોકીદાર ચોર હૈના નારાથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું. મોદીજી, તમે જનતાને ભલે ગમે તેટલી ભ્રમિત કરો પરંતુ ચોકીદાર ચોર હૈ એ હવે જનતાનો નારો બની ગયો છે. “

આવા પ્રકારની સાર્વજનિક જગ્યાઓ પર લોકોનો જુસ્સો વધારે હોય તે સ્વાભાવિક છે. પરંતુ બંને બાજુથી જો સૂત્રોચ્ચાર થવા લાગે તો બબાલ થવાની ખતરો પણ રહે છે. તેનાથી ખેલાડીઓની સુરક્ષા પણ ખતરામાં પડી શકે છે.

અગાઉ 10 એપ્રિલ, 2018ના રોજ પણ ચેન્નાઈના એમ.એ.ચિદંબરમ સ્ટેડિયમમાં પણ મેચ દરમિયાન કાવેરી વિવાદને લઈને સૂત્રોચ્ચાર કરાયા હતા. મેચ દરમિયાન ફાફ ડુ પ્લેસિસ પર જૂત્તું પણ ફેંકવામાં આવ્યું હતું.

READ ALSO:

તો 4 માર્ચ, 1992ના રોજ સિડનીમાં વર્લ્ડકપની મેચ ચાલી રહી હતી. ત્યારે ભારત-પાકિસ્તાન મેચમાં અચાનક ખાલિસ્તાનનો ઝંડો લહેરાવા લાગ્યો હતો. પરંતુ હર્ષા ભોગલેએ કોમેન્ટ્રી દરમિયાન આ વાત બહાર નહોતી આવવા દીધી નહીંતર એ સમયે પણ મોટી બબાલ થાય તેવી ઘણી શક્યતા હતી.

ત્યારે હવે હાલના રાજકારણની અસર લોકોના મન અને મગજ પર એટલી થઈ રહી છે કે ખેલજગત હોય કે મનોરંજન, પણ દરેક જગ્યાએ લોકો પોતપોતાના રાજનૈતિક દ્રષ્ટિકોણ અને પસંદને જાહેર કરી રહ્યાં છે.

Related posts

બનાસકાંઠા: મોતની સવારીનો સિલસીલો યથાવત,પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન

Riyaz Parmar

સાસણગીરમાં આવતીકાલથી ચાર માસ સુધી નહી થઈ શકે સિંહના દર્શન, આ છે તેનું કારણ

Nilesh Jethva

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ઉપર ગાળીયો કસાયો, કોર્ટે આ મામલે લગાવી રોક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!