GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

હવેલીમાં રહેલી ૫૦૦ વર્ષ જૂની મૂર્તીઓ લઈને મુખ્યાજીનો પુત્ર ફરાર

અમદાવાદના કાલુપુર દોશીવાડાની પોળમાં આવેલી હવેલીનો વિવાદ છેલ્લા બે ત્રણ દિવસથી સામે આવ્યો છે. મુખ્યાજીના નાના પુત્ર મંદિરમાં રહેલી મૂર્તિઓને લઈને ફરાર થઇ ગયા છે. જેને લઈને પહેલાં અરજી અને હવે ફરિયાદ નોંધાઈ છે. તો આ મામલે હવે ક્રાઈમ બ્રાંચ પણ એક્શનમાં આવી છે અને ફરાર રણછોડલાલ ઉર્ફે છોટુ બાવા અને તેના મળતીયાઓની શોધખોળ શરૂ કરી છે.

કાલુપુર દોશીવાડાની પોળમાં વર્ષો જૂની હવેલી આવેલી છે. આ હવેલીના શયન રૂમમાં વર્ષોથી ભગવાનના અલગ અલગ ૨૬ સ્વરૂપની મૂર્તિ રાખવામાં આવી હતી. જે અચાનક જ હવેલીના મુખીયાના નાના દીકરા રણછોડલાલ ઉર્ફે છોટુ બાવા તેના મળતિયાઓ સાથે મળી લઈને ફરાર થઇ ગયા છે. ત્યારે આ મુદ્દે વિખવાદ થયો છે. મૂર્તિઓ પરત મળે તેના માટે મુખીયાજીના મોટા પુત્ર મધુસુદન ઉર્ફે તિલક બાવાએ કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો છોટુ બાવા પરત ન આવતા ક્રાઈમ બ્રાંચ પણ ઇન્વોલ્વ થઇ છે અને સીસીટીવી ફૂટેજ મેળવી છોટુ બાવા અને તેના મળતિયા દીપક તેની પત્ની નિધિ તેમજ હર્ષદની શોધખોળ શરુ કરી છે.

ચોરાયેલી આ મૂર્તિનું ખુબ મહત્વ છે અને મુખીયાજીએ આ હવેલીના ઉતરાધિકારી તરીકે ઔપચારિક રીતે તિલક બાવાને જાહેર કર્યા છે. ત્યારે 26માંથી 13 મૂર્તિ તેમની પાસે રહે જયારે 13 મૂર્તિ છોટુ બાવા પાસે રહે એ હેતુથી આ મૂર્તિ લઈને છોટુ બાવા ફરાર થયા છે. પરંતુ મંદિર સંચાલકોના મતે ભગવાનની ૫૦૦ વર્ષ જૂની મૂર્તિઓ પરત આવે તે જ તેમનો હેતુ છે. જે મૂર્તિની ચોરી થઇ છે તે અંદાજે ૫૦૦ વર્ષ જૂની છે આ મૂર્તિનું ખુબ મહત્વ છે અને દેશ વિદેશના અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. તો બનાવના આટલા દિવસ થઇ ગયા હોવા છતાં પોલીસ હજી સુધી છોટુ બાવા સુધી પહોંચી શકી નથી. ત્યારે હવે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચને ગુપ્ત રાહે તપાસમાં જોડાવવા માટે સુચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

સેનાને 300 કરોડના હથિયારો ખરીદવા સરકારે આપી ખુલ્લી છૂટ, અપાઈ આ ડેડલાઈન

Pravin Makwana

ITR ભરવાનાં હોય છે ઘણા ફાયદાઓ, સરળતાથી મળી શકે છે લોન અને ધંધો શરૂ કરવા માટે પણ જરૂરી

Mansi Patel

100 કરોડનો ફ્લેટ: કિંમત સાંભળી ચક્કર આવી જશે, પણ આ બિઝનેસ મેને ખરીદ્યો છે દેશનો સૌથી મોંઘો ફ્લેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!