GSTV
Home » News » બરોજ ગામની આશ્રમ શાળામાં 46 બાળકો અચાનક જ બિમાર પડી ગયા, નીકળ્યું આ કારણ

બરોજ ગામની આશ્રમ શાળામાં 46 બાળકો અચાનક જ બિમાર પડી ગયા, નીકળ્યું આ કારણ

છોટા ઉદેપુરના બરોજ ગામની આશ્રમ શાળામાં 46 બાળકો અચાનક જ બિમાર પડી ગયા. જેમને છોટા ઉદેપુરની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વાયરલ ઈન્ફેક્સનના કારણે વિદ્યાર્થીઓ બિમાર પડ્યા હોવાનું તબીબે કહ્યુ હતુ. બરોજ ગામની આશ્રમશાળામાં ધોરણ એકથી આઠના 150 જેટલા બાળકો આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે.

આ બાળકોને ત્રણ દિવસ પહેલા અચાનક શરદી અને ખાંસીનો થતા આચાર્યએ તબીબોની ટીમ બોલાવી સારવાર કરી હતી.જોકે, બાળકોને વધુ તબિયત લથડતા 108ની ત્રણ એમ્બ્યુલન્સ અને બે વાહનો દ્વારા છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ કેટલાક બાળકોની તબિયતમાં સુધારો થયો છે.

અને કેટલાક બાળકોને રજા આપી દેવામાં આવી છે. તબીબોના મતે વાયરલ ઈન્ફેક્શનના કારણે બાળકો બિમાર પડ્યા. બાળકોની તબિયત લથડી હોવાના અહેવાલ મળતા વાલીઓ દોડી આવ્યા હતા.

READ ALSO

Related posts

અડવાણીએ કહ્યું, ‘જેટલી હંમેશાં જટીલ મુદ્દાઓનું સમાધાન શોધી કાઢતા હતા’

Mayur

અરૂણ જેટલી જેમણે મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું

Mayur

67 વર્ષની ઉંમરે નિધન પામેલા અરૂણ જેટલી અગણિત રોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!