છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ઈન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં રેઇડ કરી છેતરપિંડીના મામલાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે વડોદરાના ડોક્ટરના પુત્ર નિશાંત શાહની ધરપકડ કરી છે. આ ઘટનામાં અન્ય પાંચ આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે. પાવીજેતપુરના ખટાશ ગામે બે કાર અને એક બાઈટ પર આવેલા શખ્સોએ ફતેહસિંહ રાઠવાના ઘરે ઈન્કમટેક્સ અધિકારીની ખોટી ઓળખ આપી રેડ કરી હતી. આ ઘટનામાં આરોપીઓ 4 લાખ રૂપિયા રોકડા લઈ ગયા હોવાની કદલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આરોપી નિશાંત શાહ સાથે પોલીસે 3 લાખ રૂપિયાની રોકડ પણ કબજે કરી છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ