GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

બન્ને પાર્ટીએ એક જ સમાજનાં ઉમેદવાર ઉભા રાખ્યાં, જોઈએ કે આદિવાસી કોને ઉગારે અને કોને ડુબાડે છે

હવે નજર કરીએ આદિવાસી સમાજનું સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી છોટા ઉદેપુર બેઠકના જ્ઞાતિવાદના ગણિત પર. આમ તો છોટા ઉદેપુરની બેઠક દાયકાઓથી કોંગ્રેસની જ બેઠક ગણાય છે. પણ છેલ્લી 2 ટર્મથી અહીં ભાજપે અહીં તેમનો દબદબો સ્થાપિત કર્યો છે. જો કે ભાજપ હોય કે કોંગ્રેસ. બંને પક્ષોએ ટિકીટ તો રાઠવા સમાજના ઉમેદવારને જ આપવી પડે તેવું તેમનું વર્ચસ્વ છે. 2017ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને આદિવાસી બેલ્ટની અન્ય બેઠકોની જેમ અહીં પણ ભારે ફટકો પડ્યો છે. આથી જ અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળી શકે છે.

છોટા ઉદેપુર લોકસભા બેઠક શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવાથી અહીં આદિવાસી સમાજનું પ્રચંડ પ્રભુત્વ છે. છોટા ઉદેપુરની બેઠક એ પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક ગણી શકાય. કેમ કે અહીંના આદિવાસી સહિતના વિવિધ સમાજના લોકોએ હંમેશા કોંગ્રેસને સાથ આપ્યો છે. પરંતુ છેલ્લી 2 ટર્મથી ભાજપે અહીં જીત મેળવી કોંગ્રેસની પરંપરાગત મતબેંકમાં મોટું ગાબડું પાડ્યું છે.

આદિવાસી સમાજ પર કોંગ્રેસના પ્રભુત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે. 1977થી લઇને 2014ની ચૂંટણી સુધી ભાજપને ફક્ત 3 વખત જ વિજય મળ્યો છે. રાઠવા સમાજના બે કદાવર નેતાઓ અમરસિંહ રાઠવા અને નારણભાઇ રાઠવા દાયકાઓથી છોટા ઉદેપુરનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. રાઠવા સમાજનું અહીં એવું વર્ચસ્વ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ રાઠવા ઉમેદવારને જ મેદાને ઉતારે છે.

છેલ્લી 3 ચૂંટણીની વાત કરીએ તો 2004માં કોંગ્રેસના નારણભાઇ રાઠવાએ ભાજપના રામસિંહ રાઠવાને હાર આપી હતી. પરંતુ 2009માં રામસિંહ રાઠવાએ નારણભાઇ રાઠવાને હરાવી અહીં ભાજપનું પ્રભુત્વ વધારવાની શરૂઆત કરી. ત્યાર બાદ 2014માં પણ રામસિંહ રાઠવાએ ફરી નારણભાઇને 1 લાખ 79 હજાર 729 મતોની લીડથી હરાવ્યા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જો કે છોટાઉદેપુર લોકસભાની 7 વિધાનસભા બેઠક પૈકી 4 બેઠક પર જીત મેળવી. 2017માં ભાજપની સરસાઇ ઘટીને 43 હજાર 221 મત થઇ ગઇ. મતલબ કે 2014 બાદ ભાજપના કુલ 1 લાખ 36 હજાર 508 મત કોંગ્રેસ તરફ વળ્યા.

આદિવાસી અને અન્ય પછાત વર્ગ પર પ્રભુત્વ જમાવી રાખવા ભાજપ માટે છોટાઉદેપુરની બેઠક જાળવી રાખવી ખૂબ જ અનિવાર્ય છે. બીજી તરફ 2017ની ચૂંટણી બાદ અહીં કોંગ્રેસ ઘણી મજબૂત બની છે. આથી જ છોટાઉદેપુર બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!