GSTV

સેન્સરે ચલાવી કાતર, ફિલ્મ સુપર 30માં થયા નવા ફેરફાર

Last Updated on July 10, 2019 by Alap Ramani

રિતિક રોશન અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ સુપર-30ને સેન્સર બોર્ડે ‘u’સર્ટિફિકેટ આપીને પાસ કરી દીધું છે. જોકે એવું નથી કે તેમાં કોઈ બદલાવ કરવાની વાત નથી. રિલીઝના 2 દિવસ પછી બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની વાત કરી છે.

સેન્સર બોર્ડે ફિલ્મમાંથી રામાયણની વાત કરવામાં આવી છે તે દૂર કરવા માટે મેકર્સને કહ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક ડાયલોગમાં ‘રામાયણ માં’ શબ્દની જગ્યાએ ‘રાજ પુરમ માં’ રિપ્લેસ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ફિલ્મમાંથી તે સીન પર દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં એક મંત્રી બાર ડાન્સરના પેટને સ્પર્શ કરે છે.

તે પછી પણ મેકર્સને આદેશ આપવામાં આવ્યો કે ગીત દરમિયાન એક એન્ટિ લિકર ડિસક્લેમર બતાવવામાં આવે. આનંદ કુમારની જિંદગીની પર આધારિત ફિલ્મ સુપર-30 અત્યારે ચર્ચામાં છે. ફિલ્મનનું ટીઝર, ટ્રેલર, વાર્તા અને બાકી વસ્તુઓને લઈને પણ વિવાદ નથી થયો અને જે રીતે બેઝ તૈયાર થઈ રહ્યું છે તેનાથી લાગી રહ્યું છે કે ફિલ્મ સારો બિઝનેસ કરશે.

રિતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાને આ ફિલ્મ જોઈ અને ઘણા વખાણ કર્યા છે. સુઝાને રિતિકની અત્યાર સુધીની ફિલ્મોમાં આ બેસ્ટ ફિલ્મ રહી છે તે જણાવ્યું છે. ફિલ્મના ગીતો પહેલાથી જ ફેમસ થઈ ગયા છે. અને તેની વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. તેથી લાગે છે કે દર્શકોને કનેક્ટ કરી શકશે. 12 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ/ સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત, પુરાવા નષ્ટ કરતો રોકવા કરાઈ હતી કુન્દ્રાની ધરપકડ

Damini Patel

Bigg Boss 15 / અર્જુન બિજલાનીથી લઇ નેહા ભસીન સુધી, આ સ્ટાર્સ ‘બિગ બોસ 15’માં કરશે એન્ટ્રી: અહીં જુઓ લિસ્ટ

Zainul Ansari

પોર્ન રેકેટ ચલાવવાના આરોપમાં એક્ટ્રેસની ધરપકડ, મોડલ્સ પાસે જબરદસ્તી કરાવતી હતી એડલ્ટ વિડીયોમાં કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!