GSTV

આંતરારષ્ટ્રીય બાલિકા દિવસ પર દિકરી માટે આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કરો રોકાણ, નહીં રહે ભવિષ્યની ચિંતા

દિકરી

Last Updated on October 11, 2021 by Bansari

Girl Child Saving Plans: આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે. ઇન્ટરનેશન ગર્લ ચાઇલ્ડ ડે (international girl child day) દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ કન્યાના શિક્ષણના અધિકારો, સલામતી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આર્થિક સમૃદ્ધિ બાળકીઓના ભવિષ્ય માટે એક મોટો આધાર છે.

જાગૃતિની સાથે, જો દીકરીની આર્થિક મજબૂતી માટે કોઈ યોજના બનાવવામાં આવે તો ચોક્કસપણે દીકરી આત્મનિર્ભર બનશે અને તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત ઘણી બેંકોએ દીકરીઓ માટે આવી ઘણી યોજનાઓ ચલાવી છે, જેમાં રોકાણ કરીને દિકરીઓના શિક્ષણથી લઈને ધંધા સુધી નાણાં એકઠા કરી શકાય છે. અહીં અમે આવી કેટલીક યોજનાઓની વિગતવાર ચર્ચા કરી રહ્યા છીએ.

જો તમે તમારી દીકરી માટે હજુ સુધી કોઈ ઇનવેસ્ટમેન્ટ પ્લાન નથી લીધો, તો જલ્દી જ તમારા પોકેટ મુજબ પ્લાન પસંદ કરો અને તેમાં રોકાણ શરૂ કરો. ચોક્કસ તમારી આ ભેટ તમારી પુત્રી માટે અમૂલ્ય ભેટ સાબિત થશે.

દિકરી

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના નાની બચત યોજના છે. તેની શરૂઆત કેન્દ્ર સરકારે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન હેઠળ કરી હતી. આ યોજના હેઠળ, માતાપિતા અથવા કાનૂની વાલીઓ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં દિકરીના નામે ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલવા માટે છોકરીની વય મર્યાદા 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. માત્ર બે દિકરીઓના નામે અલગ ખાતા ખોલાવી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાની મેચ્યોરિટી મર્યાદા 15 વર્ષ નક્કી કરવામાં આવી છે. તમે દર વર્ષે આ ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયાથી વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરાવી શકો છો. ખાતું ખોલવાની તારીખથી દિકરીની ઉંમર 21 વર્ષ પૂર્ણ થાય ત્યારે ખાતું બંધ કરી શકાય છે. કોઈપણ ઇમરજન્સી અથવા વધુ નાણાંની જરૂર હોય તો, નિયમો અનુસાર, તમે જમા રકમનો 50 ટકા સુધી ઉપાડી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્તમાન વ્યાજ દર 7.6 ટકા છે.

રૂપિયા

LIC કન્યાદાન પોલીસી

નામ સૂચવે છે તેમ, આ યોજના દિકરીના લગ્ન માટે બનાવવામાં આવી છે. આપણા ત્યાં દિકરીના જન્મ સાથે, તેના લગ્ન માટે આયોજન શરૂ થાય છે. લોકો પોતાની ક્ષમતા મુજબ દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરતા જાય છે. દીકરીના લગ્નમાં કોઈ આર્થિક વિક્ષેપ ન આવે તે માટે ભારતીય જીવન વીમા નિગમ કન્યાદાન પોલીસી લઈને આવ્યું છે. આ પોલિસી લીધા બાદ તમે દીકરીના લગ્નની ચિંતામાંથી મુક્ત થઈ શકો છો.

એલઆઈસી કન્યાદાન પોલીસીમાં, તમારે દર મહિને આશરે 3600 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવું પડશે. દરરોજ 121 રૂપિયાનું રોકાણ કરીને, તમને 25 વર્ષ પછી આ પોલિસીમાંથી લગભગ 25 લાખ રૂપિયા મળશે. તમે તેનાથી ઓછું રોકાણ કરી શકો છો. આ પોલિસીની ખાસ વિશેષતા એ છે કે જો પોલિસી શરૂ કરનારનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો પરિવારને 10 લાખ રૂપિયાની એકસામટી રકમ મળશે. જો મૃત્યુ સામાન્ય સંજોગોમાં થયું હોય તો 5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ, પોલીસીની મેચ્યોરિટી સુધી પરિવારને દર વર્ષે 50,000 રૂપિયા મળતા રહેશે. 25 વર્ષ પછી, વીમાની સંપૂર્ણ રકમ નોમિનીને આપવામાં આવશે. આ પોલિસી 25 વર્ષ માટે છે, પરંતુ પ્રીમિયમ માત્ર 22 વર્ષ માટે ચૂકવવું પડશે. બાકીના 3 વર્ષ માટે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં.

સુકન્યા

પબ્લિક પ્રોવિડેંટ ફંડમાં (PPF) માં રોકાણ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) માં રોકાણ તમારી દિકરી માટે પણ એક શાનદાર યોજના બની શકે છે. જો તમે દીકરીના જન્મથી જ PPF સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો ફંડ 15 વર્ષમાં વધશે અને વ્યાજના ચક્રવૃદ્ધિથી લાભ થશે. PPF માં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્ત છે. PPF માં, તમે એક વર્ષમાં 500 રૂપિયાથી 1,50,000 રૂપિયા જમા કરાવી શકો છો.

Read Also

Related posts

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Zainul Ansari

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!