GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

દેશની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં આ બેન્કમાં મળે છે સૌથી વધારે વ્યાજ, જાણી લો કઈ બેન્કમાં છે કેટલા વ્યાજના દર

corona

એસબીઆઈ (SBI)એ 1 મહિનાની અંદર 2 વખત ફિક્સ ડિપોઝિટ રેટ (FD) ઘટાડ્યા છે. RBIએ રેપો રેટ ઘટાડ્યા પછી એસબીઆઈએ આ પગલું ભર્યું છે. આ સાથે હવે એસબીઆઈએ 1 વર્ષ માટેના ફિક્સ ડિપોઝીટ પરનું વ્યાજ દર 5.1 ટકા કરી નાખ્યું છે, જે 17 વર્ષમાં સૌથી નીચું છે. 5 વર્ષ માટેના એફડી પરનો વ્યાજ દર 5.4 ટકા કરાયો છે, જે 2015ની આસપાસ 8.5 ટકા હતો.

રેપો રેટ ઘટાડા પછી માત્ર એસબીઆઈ જ નહીં, અન્ય મોટી બેંકો પણ વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે, જે હાલ એસબીઆઈ કરતા વધારે વ્યાજ આપી રહી છે. આવી સ્થિતિમાં જો તમે સુરક્ષિત રોકાણ અને વધુ વ્યાજર શોધી રહ્યા છો તો તુરંત તમાના નાણાં લોક કરાવી શકો છો. નિયત દરમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી તમને જણાવી દઈએ કે, એફડી કરાવ્યા બાદ વ્યાજ દરમાં ફેરફાર થાય તો પણ તમારા રોકાણ પર કોઈ અસર નહીં પડે. એટલે કે જો તમે એક નિશ્ચિત દરે બેંકમાં પૈસા જમા કરાવો, તો પછીના દિવસોમાં દર ઘટશે કે વધશે, તેનાથી તમારા રોકાણને અસર થશે નહીં.

પરિપક્વતા સુધી તમે જે વ્યાજ દર પર નાણાં જમા કરાવ્યા છે તે જ તમને મળશે. આ કારણોસર રોકાણકારો પાસે શ્રેષ્ઠ તક છે કે, તેઓ બેસ્ટ વ્યાજ દર જોઈ ડીલ લોક કરી દે.

એસબીઆઇ ફિક્સ ડિપોઝિટ રેટ્સ (SBI Fix Deposit Rate)

  • 1 વર્ષથી 2 વર્ષથી ઓછા: 5.10 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષથી ઓછા: 5.10 ટકા
  • 3 વર્ષથી 5 વર્ષથી ઓછા: 5.30 ટકા
  • 5 વર્ષની એફડી પર: 5.40 ટકા
  • 5 વર્ષથી 10 વર્ષ સુધી: 5.40 ટકા

પોસ્ટ ઓફિસ (Time Deposit)

  • પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટના નામે ફિક્સ ડિપોઝીટ કરવાની સુવિધા છે.
  • 1 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ : 5.5 ટકા
  • 2 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ : 5.5 ટકા
  • 3 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ : 5.5 ટકા
  • 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ : 6.7 ટકા

એચડીએફસી બેંક ફિક્સ ડિપોઝિટ રેટ્સ (HDFC Fix Deposit Rates)

  • 1 વર્ષ એફડી પર: 5.60 ટકા
  • 1 વર્ષથી 2 વર્ષની એફડી: 5.60 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષની સુધીની એફડી પર: 5.75 ટકા
  • 5 વર્ષ એફડી પર: 5.75 ટકા


આઈસીઆઈસીઆઈ બેંક ફિક્સ ડિપોઝિટ રેટ્સ (ICICI Fix Deposit Rates)

  • 1 વર્ષની એફડી પર : 5.55 ટકા
  • 1 વર્ષથી 2 વર્ષની એફડી પર : 5.75 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષની એફડી પર : 5.75 ટકા
  • 5 વર્ષ એફડી પર : 5.75 ટકા

બેંક ઓફ બરોડા બીઓબી ફિક્સ ડિપોઝિટ રેટ્સ (Bank of Baroda-BOB Fix Deposit Rates)

  • 1 વર્ષ એફડી પર : 5.55 ટકા
  • 400 દિવસથી 23 વર્ષની એફડી : 5.55 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષય સુધીની એફડી પર : 5.55 ટકા
  • 5 વર્ષની એફડી: 5.70 ટકા

એક્સિસ બેંક ફિક્સ ડિપોઝિટ રેટ્સ (Axis Fix Deposit Rates)

  • 1 વર્ષની એફડી પર: 5.80 ટકા
  • 2 વર્ષની એફડી: 5.75 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી પર: 5.75 ટકા
  • 5 વર્ષની એફડી પર: 5.75 ટકા

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!