GSTV

આજની સાંજને બનાવો એક દમ ચોકલેટી, ભોજન બાદના ડેઝર્ટમાં ટ્રાય કરો યમ્મી ‘Chocolate Donuts’

Chocolate Donuts

ભોજન બાદ કંઈક ગળ્યુ ખાવાનું મન લગભગ દરેકને થતું જ હશે. એમાં પણ બજારમાં મળતી અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ અને અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ અને કલર્સ વાળી મીઠાઈઓ જોઈને કોનું મન ન લલચાય? આવી જ એક મન લલચાવવા વાળી સ્વીટ ડિશ છે ચોકલેટ ડોનટ (Chocolate Donuts). ડાર્ક ચોકલેટથી ભરપુર અને ઉપર અલગ અલગ રંગબે રેગી સ્પ્રિકલર્સની ટોપિંગ વાળા ડોનટ્સ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. કોરોના કાળમાં બહાર મળતા ડોનટ ખાવામાં જો તમે ખચકાટ અનુભવતા હોવ તો તેને ઘરે પણ બનાવી શકાય છે અને એ પણ એક દમ ઓછા સમયમાં. તો વાંચી લો બનાવવાની રીત…

ડોનટ્સ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • મેદાનો લોટ – 2 કપ
  • ખાવામાં ઉપયોગ લેવાતી ઇસ્ટ – 1/2 ચમચી
  • ખાંડ – 1 કપ (બુરુ ખાંડ, જેથી લોટમાં બરાબર ઓગળી જાય)
  • રિફાઈન્ડ તેલ – 4 મોટી ચમચી
  • મીઠું – જરૂરી મુજબ
  • બેકિંગ પાવડર – 1/2 ચમચી
  • માખણ – 2 ચમચી

ડોનટ્સ બનાવવાની રીત

એક મોટા બાઉલમાં ઈસ્ટને હુફાળા પાણીમાં પલાડીને મુકી દો. હવે એક બાઉલમાં મેદાને ચાળી લો. હવે તેમાં માખણ, ખાંડ, એક ચપટી મીઠુ અને બેકિંગ પાઉડરને ઉમેરો. હવે આ મિક્સને ઈસ્ટમાં નાખીને મિક્ષ કરી લો અને તેનો લોટ બાંધી લો. 

હવે આ લોટની એક જાડી જાડી રોટલી વળી લો અને તેને ડોનટ કટર દ્વારા અથવા ગ્લાસથી ગોળ કાપી લો અને ડોનટનો શેપ આપી દો.

આજ રીતે બધા ડોનટ તૈયાર કરી લો. પછી તેને ઢાંકીને 4થી 6 કલાક સુધી મુકી દો અથવા ત્યાં સુધી જ્યાં સુધી ડોનટ ફુલીને બે ઘણા મોટા ન થઈ જાય. 

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને ડોનટને બન્ને તરફ બ્રાઉન તવા સુધી તળી લો. ત્યાર બાદ ઉપર તેમને મન પસંદ ટોપિંગ દ્વારા સજાઓ. જેવા કે અલગ અલગ સ્પિકલર્સ અથવા તો ચોકલેટ સોસ. તૈયાર છે ટેસ્ટી અને ચોકલેટી ડોનટ્સ.

Read Also

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની આતંકીઓએ કરી હત્યા, સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા

Pravin Makwana

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!