મનુષ્યની પાસે હંમેશા ફરતા રહે છે ધર્મરાજના આ દૂત, કરે છે આ કામ

કોઈ પણ જીવ જેમ કર્મ કરે છે, તેવુ જ તેને ફળ મળે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મથી ક્યારેય પણ પીછો છોડાવી શકતો નથી. મોત બાદ આત્માને જીવિત અવસ્થામાં તેના દ્વારા કરાયેલા કર્મોના આધારે સજા મળે છે. 18 પુરાણોમાંથી એક ગરૂડ પુરાણમાં આ સારી બાબતોનું સુંદર રીતે વિવરણ કરવામાં આવ્યું છે.

ગરૂડ પુરાણમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે દરેક મનુષ્ય પાસે હંમેશા શ્રવણ નામનુ ગણ રહે છે. કોઈને પણ ક્યારેય દેખાય નહીં તેવો ગણ મનુષ્યની આજુબાજુમાં વિચરણ કરે છે. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકમાં ભ્રમણ કરનારા આ ગણ બહ્માજીના પુત્ર છે અને તેનુ કામ ફરી-ફરીને જીવના સારા-ખરાબ કર્મોને જોવાનું હોય છે.

શ્રવણ નામના આ દેવ દૂર હોવા છતા પણ એક-એક બાબત પર ઝીણવટપૂર્વક નજર રાખે છે અને તેઓ સાંભળી પણ શકે છે. જેના કારણે તેમનું નામ શ્રવણ છે. મનુષ્ય કોઈ પણ કામને કોઈ વ્યક્તિથી છૂપાઈને અંજામ આપે તો પણ શ્રવણને તેની ખબર પડી જાય છે. આ દેવોની સ્ત્રીઓને શ્રવણી કહેવામાં આવે છે. દેવીઓને મહિલાઓના ચરિત્રની ઓળખ હોય છે.

આ બધા ધર્મરાજાના દૂત છે. પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા દરેક કર્મની સૂચના આ ચિત્રગુપ્ત સુધી પહોંચાડે છે. યમદૂત જ્યારે કોઈ પણ આત્માને યમલોક લઇ જાય છે તો સૌપ્રથમ યમપુરી દ્વારા સ્થિત દ્વારપાલને સૂચિત કરે છે. ત્યારબાદ દ્વારપાલ દ્વારા આ વાત ચિત્રગુપ્ત સુધી પહોંચાડવામાં આવે છે અને ચિત્રગુપ્તના માધ્યમથી યમરાજ જાણે છે કે કોઈ આત્મા તેમની પાસે આવી છે.

યમરાજ આ આત્મા દ્વારા કરવામાં આવેલા કર્મોના લેખાં-જોખાં ચિત્રગુપ્તને પૂછે છે. ચિત્રગુપ્ત દરેક માહિતી યમરાજને આપે છે. વિચાર કર્યા બાદ કોઈ વ્યક્તિને સ્વર્ગલોકમાં જગ્યા મળે છે અને કોઈને નર્કના દર્શન પણ થાય છે. કર્મોના આધારે જ આત્મા ધરતી પર જન્મ ગ્રહણ કરે છે. કોઈ સુખાકારી જીવન વિતાવે છે તો કોઈનુ જીવન દુ:ખદાયી હોય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter