GSTV

BIG NEWS: કર્ણાટકાના ચિત્રદુર્ગમાં હાઈવે પર દોડતી બસમાં લાગી ભીષણ આગ, 5 જીવતા ભૂંજાયા અને 27 ગંભીર રૂપે ઘાયલ

દેશના કર્ણાટકા રાજ્યમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકા રાજ્યના ચિત્રદુર્ગમાં એક ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આગ લાગવાના કારણે 5 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. જેમાં બાળોકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ દુર્ઘટનામાં 27 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

કર્ણાટકા રાજ્યના ચિત્રદુર્ગમાં એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી

ચિત્રદુર્ગ બેંગલુરૂથી વિજયપુરા નેશનલ હાઈવે 4 પર આ ઘટના સર્જાઈ હતી. જેમાં બેંગલુરૂથી વિજયપુરા જઈ રહેલી બસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. અહેવાલ મળ્યા મુજબ દુર્ઘટના સમયે બસમાં 32 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં બે બાળકો અને એક મહિલા સહિત 5 લોકો મૃત્યુ પામ્યા છે.

દુર્ઘટનામાં બે બાળકો અને એક મહિલા સહિત 5 લોકો મૃત્યુ પામ્યા

પ્રાથમિક તપાસમાં એન્જિનમાં ખામીના કારણે બસમાં આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. હિરિયુરના એસપી રાધિકાએ ઘટના સ્થળની મુલાકાત લઈને પ્રાથમિક તપાસ કરી હતી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા 27 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ કેન્દ્રીય અર્ધસૈનિક દળના ઓફિસરો નહીં બની શકે IPS, સિવિલ સેવા પરીક્ષામાં વધારી પદની સંખ્યાઓ

Pravin Makwana

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

Pravin Makwana

ભારત માટે ચિંતા વધી : કોરોના મટી ગયો તેમને સાવ નવા ખતરનાક સ્વરૂપે લાગી રહ્યો છે ચેપ, રસી કામ કરશે કે કેમ તે શંકા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!