GSTV

બિહાર ચૂંટણી/ ચિરાગ પાસવાનનો સૌથી મોટો ટ્વિસ્ટ, જ્યાં LJP પક્ષના ઉમેદવારના હોય ત્યાં BJPને આપો મત- રાજનીતીમાં ગરમાવો

બિહાર ચૂંટણીમાં રાજનીતીનો સૌથી અલગ રંગ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ બીજેપી પોતનું વલણ સ્પષ્ટ કરી રહી છે કે જે પણ નંબર આવે પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો નિતિશ કુમાર રહેશે. ત્યારે કેન્દ્રમાં એનડીએની સહોયગી પાર્ટી લોકજનશ્કતિના અધ્યક્ષ ચિરાગ પાસવાન સતત નિતિશ કુમાર પર નિશાન સાધી રહ્યા છે.

લોકજનશ્કતિના અધ્યક્ષ ચિરાગ પાસવાન સતત નિતિશ કુમાર પર નિશાન સાધી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે આટેલજ વાત અટકી નથી રહી તેઓ પ્રદેશમાં જેડીયુ વિરુદ્ધ પોતાના ઉમેદવાર પણ મેદાનમાં ઉતારી રહ્યા છે, જેમાં ઘણા ઉમેદવાર તો ભાજપાના નેતા પણ રહી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ ચિરાગ પાસવાને ટ્વિટરના માધ્ય દ્વારા નિતિશકુમાર વિરુદ્ધ વધુ એક ટ્વિટ કર્યું છે.આ ચૂંટણીમાં એક પછી એક ટ્વિસ્ટ આવી રહ્યા છે.

આ ચૂંટણીમાં એક પછી એક ટ્વિસ્ટ આવી રહ્યા છે

ચિરાગ પાસવાન પોતાના સમર્થકોને અપીલ કરી રહ્યા છે કે આપ સૌને અનુરોધ છે કે જ્યાં પણ LJPના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, તે તમામ સ્થાનો પર બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટને લાગુ કરવા માટે LJPના ઉમેદવારોને મત આપો, જ્યારે બીજી તરફ અન્ય સ્થાનો પર ભારતીય જનતા પાર્ટીના સાથીયોને આપો.

ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાને આ પ્રકારની પ્રતિક્રિયા એવા સમયે આપી જ્યારે ભાજપ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, ચૂંટણીમાં ભાજપને વધુ બેઠક મળશે તો પણ નીતિશ કુમાર વિધાનસભામાં નેતા હશે. ચિરાગ પાસવાન સીએમ નીતીશ કુમાર પર સતત હુમલો કરી રહ્યા છે.

ચિરાગ પાસવાન સીએમ નીતીશ કુમાર પર સતત હુમલો કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમારના દારૂબંધી અંગેના સૌથી લોકપ્રિય નિર્ણયની ટીકા કરી હતી. તેમણે ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘ દારૂબંધીના નામ પર બિહારીઓને દાણચોર બનાવવામાં આવી રહ્યા છે. બિહારની માતાઓ અને બહેનો તેમના પ્રિયજનોને તસ્કરો બનીને જોવા માંગતા નથી. બિહારના મુખ્ય પ્રધાન સાથેના બધા મંત્રીઓ જાણે છે કે બિહારી રોજગારના અભાવે દારૂની દાણચોરી તરફ સતત આગળને આગળ વધી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે જાણે તમામને સાંપ સૂંઘી ગયો હોય તેવો હાલ છે. અસંભવ નીતિશ.

READ ALSO

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!