GSTV

બેડમિન્ટન સ્ટાર ચિરાગ-સાત્વિક હાલમાં હૈદરાબાદ કેમ્પમાં સામેલ નહીં થાય

ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ કરવાના દાવેદારોમાં પૈકીના ભારતીય બેડમિન્ટન ખેલાડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેડ્ડીએ શુક્રવારથી હૈદરાબાદમાં શરૂ થયેલા નેશનલ બેડમિન્ટન કેમ્પમાં જોડાવાના નિર્ણય લેવા માટે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને બે સપ્તાહનો સમય માગ્યો છે. આ બંને હાલ અલગ -અલગ છે. ચિરાગ શેટ્ટી મુંબઈ સ્થિત પોતાના ઘરે છે જયારે સાત્વિક આંધ્ર પ્રદેશના અમલાપુરમમાં છે.

અમારે કેટલાક સપ્તાહ સુધી રાહ જોવી પડશે


સાત્વિક સાથે આ વર્ષે થાઈલેન્ડ ઓપનના વિજેતા અને ફ્રેન્ચ ઓપનના રનર્સ અપ રહેલા 23 વર્ષીય શેટ્ટીએ જણાવ્યું હતું તે જાણીને ખૂબ આનંદ થયો કે કેમ્પ ફરીથી શરૂ થઈ ગયો છે પરંતુ કેમ્પમાં જોડાતા પહેલા અમારે કેટલાક સપ્તાહ સુધી રાહ જોવી પડશે. વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂ, બી. સાઈ પ્રણિત અને એન. સિક્કી રેડ્ડીએ કોરોના વાયરસને કારણે ચાર મહિના કોર્ટથી દૂર રહીને શુક્રવારે ટ્રેનિંગ માટે હૈદરાબાદની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ) ખાતેની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં પહોંચ્યા હતા. તેલંગણા સરકાર તરફથી પહેલી ઓગસ્ટે મંજૂરી મળ્યા બાદ સાઈએ ઓલિમ્પિક્સ ટિકિટ મેળવવા માટેના આઠ સંભવિત ખેલાડીઓ માટે નેશનલ બેડમિન્ટન કેમ્પ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

હૈદરાબાદના કોરોન્ટાઇનના નિયમો વિશે પણ ખબર નથી

શેટ્ટીએ કહ્યું હતું કે કોરોના વાયરસનું જોખમ વાસ્તવિક છે અને તે આ સમયે મુસાફરી કરવા માગતો નથી. ચિરાગ શેટ્ટીએ કહ્યું, ‘કોવિડ-19 ના કેસોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. આ સંજોગોમાં પરિવારને ચિંતા થવીએ સ્વાભાવિક છે. આ સમય દરમિયાન મુસાફરી કરવી સલામત નથી. મને હૈદરાબાદના કોરોન્ટાઇનના નિયમો વિશે પણ ખબર નથી કે શું અમારે બે સપ્તાહ કે તેથી વધુ સમય માટે કોરોન્ટાઇનમાં રહેવું પડશે. ભારતમાં કોવિડ-19થી પીડાતા લોકોની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે જ્યારે તેમાં 41500થી વધુ લોકોના મોત નીપજ્યા છે.

Related posts

પેટાચૂંટણી : ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર સરકાર સામે એન્ટિઇન્કમ્બસીનો માહોલ, ભાજપ ખાટલા બેઠકો કરશે

Nilesh Jethva

VIDEO: હરખમાંને હરખમાં પ્રપોઝ કરવા પહોંચ્યો યુવક, અચાનક મનના માણિગારનું મહિલાએ થોબડૂ ફેરવી નાખ્યું !

Pravin Makwana

આ રીતે બનાવો ‘ગ્રિલ્ડ વેજી ટોફૂ સેન્ડવિચ’, મિનિટોમાં જ થઈ જશે તૈયાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!