GSTV
ANDAR NI VAT

નીતીશકુમાર અને તેજસ્વીની ગુફતેગુ સામે ચિરાગ પાસવાનનો આક્રોશ

ચિરાગ પાસવાન થોડા દિવસ પહેલાં નીતીશકુમારની ભક્તિ કરી રહ્યા હતા અને હવે આક્રોશ બતાવી રહ્યા છે. તેમનો આક્રોશ નીતીશકુમાર અને તેજસ્વી યાદવની વધતી જતી નિકટતા સામે છે. લોક જનશક્તિ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને બિહારના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું કે તાજેતરમાં નીતીશ અને તેજસ્વી યાદવ વચ્ચે જે મુલાકાત થઈ તે નીતીશકુમાર સત્તામાં બની રહે તે માટેની હશે.

બિહાર સરકાર જાતિગત વસ્તીનો મુદ્દો ટાળી રહી છે. તેજસ્વી યાદવે આ મામલે પટનાથી દિલ્હી સુધીની પદયાત્રા કરવાની ઘોષણા કરીને સરકાર પર દબાણ વધાર્યુ છે. ત્યારબાદ નીતીશ અને તેજસ્વી વચ્ચે બંધબારણે વાતચીત થઈ હતી. ચિરાગ પાસવાનનું અનુમાન એવું છે કે આ વાતચીત વસ્તી ગણત્રીને લઈને નહીં પરંતુ નીતીશની ખુરશી બચાવવાને મામલે હતી.

શું નીતીશકુમાર ફરી આરજેડી સાથે ગઠબંધન કરશે? એવા સવાલના જવાબમાં ચિરાગે કહ્યું કે શા માટે ન કરે? મુખ્યમંત્રીની સત્તાની તરસે તેમને અનેક ચહેરા આપ્યા છે, આથી એવું બનવાની પૂરેપૂરી સંભાવના છે.

હજુ થોડા દિવસ પહેલાં જ તેજસ્વીની ઈફતાર પાર્ટીમાં ચિરાગ પાસવાન ગયા હતા અને ત્યાં નીતીશકુમારના નામના મંજિરા વગાડતા થાકતા નહોતા, અલબત્ત નીતીશ તેજસ્વીની નજીક જઈને બિહાર ભાજપ સત્તાલોભી નેતાઓ પર દબાણ વધારી રહ્યા છે પરંતુ આવા મુદ્દે નિવેદન આપવાથી ચિરાગ પાસવાનને મીડિયા એટેન્શન સિવાય કોઈ ફાયદો નથી.

તેમની સ્થિતિ નહીં ઘરના નહીં ઘાટના જેવી છે. રામવિલાસ પાસવાનના અવસાન બાદ ચિરાગ પાસવાને લોક જનશક્તિ પાર્ટી પર કબજો કરવાનો કોશિશ કરેલી પરંતુ તેમાં તેઓ સફળ થયા નથી. વળી તેમના ભાજપ સાથેના સંબંધો પણ ખરાબ થયા છે. ભાજપે ચિરાગ પાસવાન પાસેથી તેમના પિતાને મળેલો બંગલો રાતોરાત ખાલી કરાવ્યો છે.

READ ALSO

Related posts

અચાનક હાઈવે પર થવા લાગ્યો નોટોનો વરસાદ, ચાલુ કારમાંથી વ્યક્તિએ દોઢ કરોડથી વધુ નોટો ઉડાવી દીધી

HARSHAD PATEL

લ્યો બોલો / આંધ્રપ્રદેશના સીએમ રેડ્ડીનું પોસ્ટર કૂતરાએ ફાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Hardik Hingu

બોલિવૂડમાં જ નહીં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝમ?, ટોચના સ્ટાર આ પરિવારોનો જ દબદબો

Hardik Hingu
GSTV