ચૂંટણી સુધી લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને વોટ કટરનો ઇલકાબ મળી ગયો હતો જે એણે સાબીત પણ કરી દીધું. જો કે પોતે તો હાર્યા પણ સાથે સાથે તેમણે નીતિશની બોટને પણ ડુબાડી દીધી હતી. લોજપાના કારણે એનડીએના કેટલાય નેતાઓ હારી ગયા હતા. કેન્દ્રમાં એનડીએના જોડાણમાં હોવા છતાં રાજ્યમાં એણે જદયુ સામે પોતાના ૧૩૭ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પરિણામે જદયુના અનેક નેતાઓ હારી ગયા હતા.

એકલા હાથે ચૂંટણી લડવામાં પાસવાનને ભાજપનો સાથ અને આશિર્વાદ હતા. પાસવાને કહ્યું હતું કે તેઓ ભાજપની વિરૂધ્ધ નથી, માત્ર નીતિશની સામે ગુસ્સો છે. પરિમામ એ આવ્યું કે જ્યાં જદયુના ઉમેદવારો ઊભા હતા ત્યાં એલજેપીના ઉમેદવારો એટલા વોટ લઇ ગયા જેટલા વોટથી જદયુના ઉમેદવારો હાર્યા હતા.


જો જદયુની સામે પાસવાનનો ઉમેદવાર ઊભો રહ્યો ન હોત તો એનડીએને વધુ ૩૮ બેઠકો મળી હોત. જો કે મહત્તવની વાત તે એ હતી કે નીતિશ કુમારને પણ ભાજપના આ ષડયંત્રની જાણ હતી, એમ જદયુના એક પૂર્વ સાસંદ અને જદયુના સલાહકાર પવન વર્માએ કહેલું.
READ ALSO
- PUBG Mobile Global Championship 2020 ટુર્નામેન્ટનો 21 જાન્યુઆરીથી પ્રારંભ, જાણો કઇ રીતે તેને LIVE નિહાળી શકશો
- તમારા કામનું/ જો જો ક્યાંક લીક ન થઇ જાય તમારી સીક્રેટ Whatsapp ચેટ, આ રીતે ડિલીટ કરો તમારો જૂનો ડેટા
- આણંદ/ જ્વેલર્સની દુકાનમાં તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં લૂંટી ગયા, સીસીટીવી નહીં હોવાનો ફાયદો ઉઠાવ્યો
- બજેટમાં રિયલ એસ્ટેટની શું છે આશા? હોમ લોનને 80Cથી અલગ કરવા સલાહ
- ભાવનગર/ જેસરના બિલા ગામે વાડી વિસ્તારમાં કૂવામાં દીપડો ખાબક્યો, રેસ્ક્યૂ કરી પાંજરે પુર્યો