GSTV

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો

Last Updated on September 28, 2020 by

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને નીતિશ સરકારે ઝેડ પ્લસ સીક્યોરિટી આપતાં એનડીએનું ઘમાસાણ ઉગ્ર બન્યું છે. નીતિશ માંઝી પર વરસી પડતાં ભાજપના નેતા પણ નારાજ છે. તેમના મતે માંઝી પર કોઈ નવો ખતરો ઉભો થયો નથી કે તેમની સુરક્ષા વધારવી પડે.

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન અને નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને ઝેડ કેટેગરીની સુરક્ષા છે. બિહારના બીજા કેન્દ્રીય પ્રધાનોને તો વાય કેટેગરીની સુરક્ષા છે ત્યારે માંઝીને વધારે મહત્વ આપી દેવાયું છે.ભાજપના મતે નીતિશ માંઝીને વણજોઈતું મહત્વ આપીને ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યા છે. ભાજપને પણ પોતે બોસ છે એવો અહેસાસ કરાવી રહ્યા છે.

નીતિશ સરકારના આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર મજાક પણ ચાલી રહી છે. મોદી સરકારે તાજેતરમાં કંગના રાણાવતને વાય પ્લસ સીક્યોરિટી આપી છે. યુઝર્સ મજાક કરી રહ્યા છે કે, કંગનાએ ભાજપ ભક્તિના બદલે નીતિશની ભક્તિ કરવાની જરૂર છે. ભાજપની આટલી ચાપલૂસી પછી કંગના વાય પ્લસમાં આવી ને માંઝી સીધા ઝેડ પ્લસ થઈ ગયા.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!