GSTV

બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બુધવારે લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પોતાનું વિણ ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. ચિરાગ પાસવાનના નિશાને નીતીશકુમાર છે. તેમને જણાવ્યું છે કે નીતીશકુમાર પાસે પોતાની સરકારની કોઈ જ સિદ્ધિ નથી. કેન્દ્ર સરકારની જ તમામ યોજનાઓને તેઓ પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે. આ ઉપરાંત પોતાના વિઝન ડોક્યુમેન્ટ દ્વારા ઘણા મોટા મોટા વાયદા કર્યા છે.

ચિરાગ પાસવાન

ચિરાગ પાસવાનના વિઝન ડોક્યુમેન્ટમાં અનેક વાયદા….

  • સરકાર બનશે તો સ્વતંત્ર પ્રવાસી મજૂર મંત્રાલયની રચના કરવામાં આવશે. જેથી, અન્ય રાજ્યોમાં રહેતા મજૂરો સાથે સંપર્ક રાખી શકાય
  • રાજ્યમાં મોટા પાયે મેડિકલ કોલેજ, એન્જીનીયરીંગ કોલેજ શરૂ કરવાનું વચન જેથી બિહારનો યુવાન અભ્યાસ માટે બહાર ન જાય.
  • બિહારમાં હાલ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ નથી. હોસ્પિટલોમાં સારા ડોક્ટર્સ નથી, જયારે નોકરીઓ ખાલી પડી છે.
  • નદીઓને જોડવાની યોજના પર ઝડપથી કામ કરવું જોઈએ, જેથી પૂર અને દુષ્કાળની સમસ્યા દૂર થઇ શકે.
  • બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો મળવાનો હક્ક
  • બિહારમાં ઇન્વેસ્ટર્સ સમિટ દ્વારા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, અને લેન્ડ રિફોર્મ પર ભાર મુકવામાં આવશે.
  • ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. સીતામઢીને અયોધ્યા સાથે જોડવામાં આવશે.
  • બિહારમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ડેનમાર્ક મોડલ અપનાવામાં આવશે.

આ હતું વાજપેયીનું સ્વપ્ન

જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ દેશમાં નદીઓને જોડવાની યોજના ચલાવી હતી જેને હવે મોદી સરકાર આગળ વધારી રહી છે. એવામાં વારંવાર ચિરાગ પાસવાન પોતાના સંબોધનમાં પીએમ મોદીના વિકાસની વાત કરે છે અને હવે તેમણે બિહારમાં પૂરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અટલ બિહારી વાજપેયીની એ જ યોજનાની આગળ વધારવાની વાત કરી છે.

ચિરાગ પાસવાને પોતાના વિઝન ડોક્યુમેન્ટને ‘બિહાર ફર્સ્ટ અને બિહારી ફર્સ્ટ’નું સૂત્ર આપ્યું છે. ચિરાગ પાસવાને જણાવ્યું છે કે અમે લોકો રસ્તે ઉતરીને પ્રચાર કરીશું. ભલે પછી અમારી પાર્ટીના અન્ય નેતા હેલિકોપ્ટરમાં મુસાફરી કરે પરંતુ હું રસ્તા પાર ઉતરીને પ્રચાર કરીશ. અમારા સીએમએ પણ હેલિકોપ્ટર છોડીને રસ્તા પર આવવું જોઈએ.

પોતાના સંબોધનમાં ચિરાગ પાસવાને જણાવ્યું કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિચાર સાથે જોડાયો છું. હું એમ જ મહા ગઠબંધન સાથે નહિ જાઉં. અમે ચૂંટણી પછી ગઠબંધન નથી કરતા હું શરૂઆતથી જ ભાજપ સાથે જોડાયેલો છું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!