GSTV

પાસવાન ગયા પાવર પણ ગયો: ચિરાગ-પશુપતિ આમને સામને, બન્નેએ એકબીજાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

Last Updated on June 16, 2021 by Pravin Makwana

બિહારમાં રામ વિલાસ પાસવાનના નિધન બાદ તેમના પક્ષ લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં ફાટા પડવાનું શરૂ થઇ ગયું છે. રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન પક્ષના પ્રમુખ છે જોકે તેમને આ પદ પરથી પક્ષના જ અન્ય એક દિગ્ગજ નેતા અને ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસે હટાવી દીધા હતા. જેની સામે ચિરાગ પાસવાને બેઠક બોલાવી પાંચ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.  

ચિરાગ પાસવાનના કાકા પશુપતિ કુમાર પારસ અને તેમના સમર્થક નેતાઓએ પક્ષના બંધારણને ટાંકીને દાવો કર્યો હતો કે ચિરાગ પાસવાન ત્રણ પદો પર એક સાથે હતા, તેથી તેમને રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પરથી હટાવવામાં આવ્યા છે. 

જ્યારે સાંજે ચિરાગ પાસવાને પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી, આ બેઠક પહેલા ચિરાગ પાસવાન સમર્થકોએ પટનામાં પશુપતિ કુમારની સામે નારેબાજી કરી હતી. સાથે જ પશુપતિ કુમાર અને પાંચેય સાંસદો તેમજ નીતીશ કુમારની તસવીરો પણ સળગાવી હતી. બાદમાં સાંજે ચિરાગ પાસવાને કાર્યકારિણીની બેઠક બોલાવી હતી અને પશુપતિ કુમાર સહિત પાંચ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પાંચ સાંસદોમાં પશુપતિ ઉપરાંત પ્રિન્સ રાજ, ચંદનસિંહ, વીણા દેવી અને મેહબુબ અલી કેશરનો સમાવેશ થાય છે. ચિરાગ પાસવાન સામે આ સાંસદો બળવો કરી રહ્યા હોવાથી તેમને નોટિસ પાઠવી હતી, જોકે તેઓ હાજર ન રહેતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ચિરાગ પાસવાને કાકા પશુપતિને કહ્યું હતું કે પક્ષ મા સમાન હોય છે અને માની સાથે ક્યારેય ગદ્દારી ન કરાય.

READ ALSO

Related posts

BIG BREAKING / કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો, તમામ ફ્લાઇટો તત્કાલિક ધોરણે કરાઇ રદ્દ

Dhruv Brahmbhatt

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હર્શલ ગિબ્સે જય શાહ પર લગાવ્યો ધમકાવાનો આરોપ, ભારતમાં નહીં થવા દે એન્ટર

Pravin Makwana

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!