GSTV

ચીન સાથે સંઘર્ષ વચ્ચે ભારતે શરૂ કર્યો પ્રોજેક્ટ ‘ચિંતા’, ચિનૂક હેલીકૉપટરે 16 હજાર ફુટ ઊંચાઈએ કર્યું પેટ્રોલિંગ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે ભારે તણાવપૂર્ણ સિૃથતિ છે. બંને દેશના સૈન્ય અિધકારીઓ વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો થઈ ગઈ છે, પરંતુ ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિની વાતો કરવાની સાથે ઉશ્કેરણીજનક કૃત્યો કરી રહ્યું છે અને યુદ્ધની તૈયારીઓ પણ કરી રહ્યું છે.

વધુમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજીબાજુના વિસ્તારોમાં મોટાપાયે સૈનિકોની તૈનાતી અને રસ્તાઓના નિર્માણની ગતિવિધી પછી ભારતીય હવાઈદળના ચિનૂક હેલિકોપ્ટરોએ શનિવારે મોડી રાતે દોલત બેગ ઓલ્ડી, કારાકોરમ પાસથી 16,000 ફૂટની ઊંચાઈ પર ઊડ્ડયન કર્યું હતું.

સત્તાવાર સૂત્રો મુજબ અક્સાઈ ચીનના કબજાવાળા તિનવેઈંડેનમાં ડિવિઝનલ કમાન્ડર સ્તરની બેઠકમાં ભારતીય સૈન્યે દેપસાંગ પ્લેગમાં પેટ્રોલિંગની મંજૂરી સાથે ડીબીઓ સેક્ટરમાં તણાવ ઘટાડવાની માગણી કરી હતી. ડીબીઓ વાટાઘાટો ચાર ઘર્ષણ પોઈન્ટ પર સૈનિકોને પાછા હટાવવા અને ડી-એસ્કલેશનના ભાગરૂપે ચુશ્લુ-મોલ્દો ક્ષેત્રમાં ચાલી રહેલી વાટાઘાટોથી અલગ છે.

સબ-સેક્ટર નોર્થના વિસ્તારોમાં સિૃથતિ કથળે તો તેવા સંજોગોમાં સ્પેશિયલ ફોર્સીસ અને ઈન્ફન્ટ્રી કોમ્બેટ વાહનોને ઝડપથી ત્યાં પહોંચાડવાની સૈન્યની ક્ષમતાના પરિક્ષણ માટે રાત્રીના સમયે ડીબીઓ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ પર ચિનૂક હેલિકોપ્ટરને ઉડાડવાનો નિર્ણય લેવાયો હતો.

એક વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે, અપાચે હુમલાના હેલિકોપ્ટર જુશ્લુ ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે અમેરિકાના તૈયાર ચિનૂક હેલિકોપ્ટરે તેની રાત્રે લડવાની ક્ષમતાઓનું પરિક્ષણ કરવા માટે ડીબીઓ ઉપર ઉડ્ડયન કર્યું હતું. આપણે પહેલાં જ ટી-90 ટેન્ક અને આર્ટીલરી ગન્સ આ વિસ્તારમાં તૈનાત કરી છે.

બીજીબાજુ ભારતે પણ ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય સૈન્ય તેની લાંબા સમયથી પેન્ડિંગ ઈઝરાયેલના હેરોન ડ્રોનને અપગ્રેડ કરવાની યોજનામાં આગળ વધે તેવી સંભાવના છે.

ઈઝરાયેલના આ ડ્રોનને લેઝર બોમ્બ અને એન્ટી ટેન્ક મિસાઈલ જેવી ક્ષમતાઓથી સજ્જ કરાશે. ભારત માટે ઈઝરાયેલના હેરોન ડ્રોન નવીન નથી. ઈઝરાયેલના આ ડ્રોનનો ઉપયોગ હાલ ભારતના ત્રણેય સૈન્ય કરી રહ્યા છે. આર્મીએ ચીનને જવાબ આપવા માટે ‘પ્રોજેક્ટ ચિતા’ નામથી ફરીથી ઇઝરાયેલના ડ્રોનની ખરીદીનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ પ્રોજેક્ટ લાંબા સમયથી પેન્ડિંગ છે અને તેના પર અંદાજે રૂ. 3,500 કરોડથી વધુનો ખર્ચ થવાની સંભાવના છે. આ પ્રોજેક્ટ હેઠળ આર્મી, નેવી અને એરફોર્સ ત્રણે સૈન્યના 90 હેરોન ડ્રોનને લેસર ગાઈડેડ બોમ્બ, હવાથી જમીનમાં અને હવામાં પ્રહાર કરી શકતી ટેન્ક મિસાઈલોથી સજ્જ કરી અપગ્રેડ કરાશે.

આ પ્રોજેક્ટમાં સૈન્યે ડ્રોનને મજબૂત નિરિક્ષણ સિસ્ટમથી સજ્જ કરવાની દરખાસ્ત કરી છે. તેનાથી ભારતીય દળોને દુશ્મનની સિૃથતિ જાણવામાં મદદ મળશે અને તેમાં સજ્જ હિથયારોની જરૂર પડતાં તેનો વિનાશ પણ કરી શકાશે. ભારતના મધ્યમ અને લાંબી રેન્જના ડ્રોન આૃથવા માનવરહિત એરિયલ વ્હિકલના કાફલામાં મુખ્યત્વે ઈઝરાયેલી હેરોન ડ્રોન અને યુએવીનો સમાવેશ થાય છે.

આ ડ્રોન્સને ભૂમિદળ અને હવાઈદળે ચીન સાથેની સરહદે લદ્દાખ સેક્ટરમાં ફ્રન્ટીયર પોસ્ટ પર તૈનાત કર્યા છે.  આ ડ્રોન ચીની સૈન્યના પાછા હટવાની સિૃથતિની ખાતરી કરવામાં અને અંતરિયાળ વિસ્તારોમાં તેમના દ્વારા કરાઈ રહેલા નિર્માણ કાર્યોની માહિતી મેળવવામાં પણ મદદ કરે છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભારત અપગ્રેડે કરવામાં આવનારા ડ્રોનનો ઉપયોગ પારંપરિક સૈન્ય એક્ટિવિટી અને ભવિષ્યમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ પણ કરી શકાશે.

MUST READ:

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan

પીએમ મોદીની મન કી બાત લોકોને નથી આવી રહી પસંદ, લાઈક કરતા ડિસલાઈકમાં થયો અધધ વધારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!