GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

TikTokને છોડીને 25 લાખ લોકોએ ડાઉનલોડ કરી આ એપ, આનંદ મહિન્દ્રાએ પણ કરી ડાઉનલોડ

ચીન દ્વારા ભારતની સીમા પર તણાવ ઉત્પન્ન થવાને કારણે હાલમાં ભારતમાં ચીન વિરોધી લહેર ઉઠી છે. જેની ભરપાઈ ચીનનાં સામાનો અને સેવાઓએ કરવી પડી રહી છે. ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની ચિંગારી હવે ચીનની ઘણી એપ અને સામાનોને સ્વાહા કરવાની દિશામાં તેજીથી વધી રહ્યો છે. ભારતની આ Chingari હવે TikTok પર ભારે પડતી દેખાઈ રહી છે.

ચીનનાં ઉત્પાદનનો બહિષ્કારને કારણે ચીન દ્વારા બનાવવામાં આવેલી સોશિયલ મીડિયા એપ ટિકટોકના યુઝર્સની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારેકે બીજી તરફ ભારતમાં બનેલી ચિંગારી એપ તેજીથી ટિકટોકની જગ્યા લઈ રહી છે અને લાખો લોકો TikTokને છોડીને Chingari એપ ડાઉનલોડ કરી રહ્યા છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર, Chingari એપ્લિકેશન છત્તીસગઢનાં ડેવલોપર દ્વારા બનાવવામાં આવેલું ભારતીય TikTok સંસ્કરણ છે, જે હાલનાં સમયમાં ડિજીટલ એન્ટરટેઈનમેંટ વર્લ્ડમાં બહુજ લોકપ્રિય થઈ રહ્યુ છે.

ચિંગારીના પ્રોડકટ ચીફ સુમિત ઘોષે અખબારને જણાવ્યું હતું કે ઓડિશા અને કર્ણાટકના ડેવલપર્સ પણ એપ્લિકેશન સાથે સામેલ છે. આ એપને અત્યાર સુધીમાં લગભગ 25 લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. ઘોષે વધુમાં કહ્યું કે, Chingari એપને ગુગલ પ્લે પર 2018 માં રજૂ કરવામાં આવી હતી અને ભારતીય યુઝર્સની જરૂરિયાતો અને માંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.

ઘોષનું કહેવું છેકે, હાલનાં સમયમાં અમને ભારતીય યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જેને કારણે અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકોએ ચિંગારી એપને ડાઉનલોડ કરી છે. ઘોષ સિવાય ઉડીસાનાં બિસ્વાત્મા નાયક, કર્ણાટકનાં સિદ્ધાર્થ ગૌતમ પણ ચિંગારી એપનાં ડેવલપર્સ છે.

આ અવસરે ઘોષે એવું પણ કહ્યુ છેકે, TikTok એપનાં પૂર્ણ વિકલ્પનાં રૂપમાં ભારતમાં બનાવવામાં આવેલી Chingari એપ જ એકમાત્ર એપ છે. આ Chingari એપ અંગ્રેજી સિવાય ભારતની અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. સૌથી વિશેષ વાત આ Chingari એપને લઈને સામે આવી છેકે, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ એપને ડાઉનલોડ કરી છે. તેમણે 28 જૂને ટ્વીટ કરીને કહ્યુ હતુકે, મે આજ સુધી TikTok એપ ડાઉનલોડ કરી નથી પરંતુ હમણાં જ Chingari એપ ડાઉનલોડ કરી છે જે તમારા માટે સારી સાબિત થઈ શકે છે.

READ ALSO

Related posts

આ દિગ્ગજ હોકી ખેલાડીને મોહન બાગાન લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત,

Bansari

કોરોના મામલે આવી મોટી ખુશખબર, ભારતમાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ

Mansi Patel

સુરત: જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!