GSTV

જો તમારા મોબાઈલમાં આ 52 એપ્લિકેશનો હશે તો ડેટા ચોરાઈ શકે છે, ગુપ્તચર એજન્સીએ સરકારને કરી એલર્ટ

ભારતીય સુરક્ષા એજન્સીઓએ સરકારને કહ્યું કે ચીન સાથે જોડાયેલી 52 મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવે અથવા તો લોકોને તેનો ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવે. કારણ કે તેનો વપરાશ કરવો સલામત નથી. આ એપ્સ મોટા પ્રમાણમાં ડેટાને ભારતની બહાર મોકલી રહી છે. આ કેસમાં સામેલ લોકોએ આ માહિતી આપી છે. સુરક્ષા એજન્સીઓએ જે લિસ્ટ સરકારને મોકલ્યું છે તેમાં વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમ, ટિકટોક, યુસી બ્રાઉઝર, ઝેંડર, શેર ઇટ અને ક્લિન માસ્ટર જેવી એપ્લિકેશનોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા પણ ટેકો મળ્યો હતો, જેઓનું માનવું છે કે આ એપ્લિકેશનો ભારતની સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ પર હાલમાં ચર્ચા થઈ રહી છે એમ કહીને ઉમેર્યું હતું કે તમામ મોબાઇલ એપ્લિકેશનોના ધોરણો અને તેમની સાથે સંકળાયેલા જોખમોની તપાસ કરવામાં આવશે.

તાઈવાન, અમેરિકા, જર્મનીએ મૂક્યો છે ઝૂમ એપ્લિકેશન પર પ્રતિબંધ

આ વર્ષે એપ્રિલ મહિનામાં ગૃહ મંત્રાલયે ઝૂમના ઉપયોગ અંગેની એડવાઈઝરી જારી કરી હતી. મંત્રાલયે આ એડવાઈઝરી નેશનલ સાયબર સિક્યુરિટી એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઈન્ડિયા (CERT-in)) ના પ્રસ્તાવ પર જારી કરી હતી. ભારત પહેલો દેશ નથી જેણે સરકારમાં ઝૂમ એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોત. આ પહેલા તાઈવાને પણ સરકારી એજન્સીઓને ઝૂમ એપના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જર્મની અને અમેરિકાએ પણ આવું જ કરી ચૂક્યા છે. કંપનીએ ગૃહ મંત્રાલયની એડવાઈઝરી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે યુઝર્સની સિક્યોરિટીને લઈને ખૂબજ ગંભીર છે.

ડેટા સિક્યોરિટીને લઈને છે મોટો ખતરો

સિક્યુરિટી સાથે ચેડા કરનારી મોબાઇલ એપ્સ પર કાર્યવાહી કરવાની માંગ વધી રહી છે. વિડિયો શેયરીંગ એપના પ્રભુત્વવાળી ચાઈનીઝ ઈન્ટરનેટ કંપની બાઈટ ડાંસ જેવી કંપનીઓ આનો ઈન્કાર કરી રહી છે. પરંતુ અધિકારીઓ કહે છે કે ચીની ડેવલપર્સ દ્વારા તૈયાર કરાયેલા કે ચાઈનીઝ લિંકવાળી એપ ભલે તે એન્ડ્રોઈડ માટે હોય કે આઈઓએસ માટે હોય, તેની વપરાશ સ્પાઈવેર અથવા અન્ય નુકસાન કરનાર સોફ્ટવેરના રૂપમાં હોઈ શકે છે. એવા અહેવાલો છે કે સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા કર્મચારીઓને આ ચીની એપ્સની વપરાશ ન કરવાની સલાહ આપી છે કારણ કે તેનાથી તેમનો ડેટા સિક્યોરિટીને ખતરો છે. ચીનથી જોડાયેલા હાર્ડવેર અને સોફ્ટવેરને લઈને પશ્ચિમી દેશોની સુરક્ષા એજન્સીઓ પણ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. એવી પણ દલીલ પણ કરવામાં આવે છે કે યુદ્ધની સ્થિતિમાં એના દ્વારા કમ્યુનિકેશન સર્વિસને નુકસાન પહોંચાડી શકાય છે.

આ એપ્લિકેશનો છે હિટ લીસ્ટમાં

 • TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo
 • WeChat, SHAREit, UC News, UC Browser
 • BeautyPlus, Xender, ClubFactory, Helo, LIKE
 • Kwai, ROMWE, SHEIN, NewsDog, Photo Wonder
 • APUS Browser, VivaVideo- QU Video Inc
 • Perfect Corp, CM Browser, Virus Cleaner (Hi Security Lab)
 • Mi Community, DU recorder, YouCam Makeup
 • Mi Store, 360 Security, DU Battery Saver, DU Browser
 • DU Cleaner, DU Privacy, Clean Master – Cheetah
 • CacheClear DU apps studio, Baidu Translate, Baidu Map
 • Wonder Camera, ES File Explorer, QQ International
 • QQ Launcher, QQ Security Centre, QQ Player, QQ Music
 • QQ Mail, QQ NewsFeed, WeSync, SelfieCity, Clash of Kings
 • Mail Master, Mi Video call-Xiaomi, Parallel Space

READ ALSO

Related posts

Google Pay યુઝર્સ ખાસ વાંચે/ મની ટ્રાન્સફર પર હવે ચુકવવો પડશે આટલો ચાર્જ, એક ક્લિકે જાણી લો તમામ ડિટેલ્સ

Bansari

કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ થશે, અહેમદ પટેલની અંતિમ વિધિમાં રાહુલ ગાંધી આપશે હાજરી

pratik shah

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!