GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સિડની હાર્બરમાં ચીનના ત્રણ જંગી જહાજ લાંગરવાના મુદ્દે ઓસ્ટ્રેલિયામાં હોબાળો

ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં ચીનના ત્રણ જંગી જહાજ લાંગરવાના મુદ્દે ઓસ્ટ્રેલિયામાં હોબાળો થયો. એક રિપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે ઓસ્ટ્રેલિયાની નેવીના જહાજે વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં પેટ્રોલિંગ કર્યુ હતુ.. આ દરમિયાન તેનો ચીનની નેવી સામે આમનો સામનો થયો હતો.

જે દરમિયાન ઓસ્ટ્રેલિયન જહાજના પાયલટ પર લેઝરથી નિશાન તાકવામાં આવ્યું હતુ.. આ અહેવાલો વચ્ચે સોમવાર સવારે અચાનક 700 જેટલા નૌસૈનિકોની સાથે ત્રણ ચીની યુદ્ધ જહાજ સિડની હાર્બર પહોંચતા તણાવ ઉત્પન્ન થયો હતો..

જો કે સોલોમન આઇલેન્ડના પ્રવાસે ગયેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને નિવેદન જાહેર કર્યુ કે તેમની સરકારને ચીની જહાજોના આગમનની વાતની જાણ અગાઉથી હતી.

મોરિસને કહ્યું કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન જહાજ ચીન ગયા હતા. તેવામાં આ ચીની જહાજનો પારસ્પરિક પ્રવાસ હતો.. જો કે ઓસ્ટ્રેલિયન નાગરીકોમાં ચીની જહાજોને લઇને કચવાટ છે.. અત્યાર સુધી ચીન અહીંયા માત્ર એક યુદ્ધ જહાજ મોકલતું રહ્યું છે.. પરંતુ પહેલી વખત 700 સૈનિકો સાથે ત્રણ યુદ્ધ જહાજ મોકલ્યા છે.

READ ALSO

Related posts

એક્ટિવાનો આગળનો ભાગ ખોલ્યો તો ત્યાં ફેણ લગાવીને બેઠો હતો સાપ, લોકોએ કર્યાં નમન

Mansi Patel

પીએમ મોદીએ ગુજરાતની ઝાટકણી કાઢતાં એક દિવસમાં વધી ગયા 11 હજાર કોરોના ટેસ્ટ પણ કેસ ઘટ્યા, આવો છે સરકારનો જાદુ

Karan

વિશ્વમાં સૌથી વધુ સંક્રમણના નવા કેસોમાં ભારત છે સૌથી આગળ, 26 દિવસમાં 13 લાખ વધ્યા નવા કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!