GSTV
India News ટોપ સ્ટોરી

ચીનની મેલી મુરાદ: મંત્રણા પહેલા આ શરતો મૂકી ચીને કર્યો ભારતનું નાક દબાવાનો પ્રયાસ

ચીન

ચીનની વિસ્તારવાદી મનશા અનેક વાર છતી થઇ ચૂકી છે. તેના પાડોશી દેશો અનેકવાર તેનો ભોગ બની ચૂક્યા છે. ભારતની પીઠમાં પણ ચીન આ રીતે જ અનેકવાર ખંજર ભોંકી ચૂક્યુ છે.

 • પાડોશી દેશોની જમીન હડપ કરવાની ચીનની મેલી મનશા
 • ભારત ચીનની મેલી મનશાનું અનેકવાર બની ચૂક્યું છે ભોગ
 • ડોકલામમાં પણ આ જ હરકત કરી ચૂક્યું છે ચીન

ભારત સાથે સંબંધો સુધારવાની ચીનની ફક્ત સુફિયાણી વાતો

ઘુસણખોરીચીનના મેલી મુરાદના ઓરતાનો ભોગ ભારત અનેકવાર બની ચૂક્યુ છે. પાડોશી દેશોની જમીન પર ચુપચાપ પગપેસારો કરી હડપ કરી લેવાની તેની જૂની આદત રહી છે. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે.

ભારત સાથે સંબંધો વધારવાની સૂફિયાણી વાતો વચ્ચે પણ ચીનની ભારત પ્રત્યેની નીતિ સ્પષ્ટ છે. જે ભૂમિ ઉપર ચીનનો કબજો છે તેની ચર્ચા માટે તે તૈયાર છે પરંતુ સાથે સાથે ભારત સાથે મંત્રણા કરવા માટે શરત મૂકી નાક દબાવાનુ પણ ચૂકતુ નથી. ચીનની શરત એ છે કે ભારતે નિર્વાસિત તિબેટી લોકોને શરણ આપવાની બંધ કરવી અને અરુણાચલ પ્રદેશને પોતાનું રાજ્ય માનવાનો ઇન્કાર કરી દે. ભારત માટે ચીનની આ શરતો માનવી કોઇ કાળે શક્ય નથી. ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ છ દાયકા કરતા પણ વધારે જૂનો છે અને અનેક મંત્રણા છતાં તેને ઉકેલવામાં સફળતા મળી નથી.

ચીન

હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી. છેક ૧૯૬૨થી ચીન નવા નવા પેંતરા અજમાવીને ભારત સાથે દગાબાજી કરતું આવ્યું છે. ભારતના બહાદુર જવાનો ચીનના મનોબળને તોડતા રહ્યાં છે અને વારંવાર તેને પાછું ધકેલતા રહ્યાં છે. ચીન તિબેટ સાથે ૧૯૧૪માં બ્રિટીશ હિંદની સમજૂતીને માનવાનો પણ ઇન્કાર કરતું આવ્યું છે. ચીનની દલીલ છે કે તિબેટ તેનો હિસ્સો છે એટલે તેને બ્રિટીશ હિંદ સાથે સમજૂતી કરવાનો કોઇ અધિકાર જ નહોતો.

 • ડ્રેગનનો ડોળો
 • ચોરીછુપીથી  અન્ય દેશોના પ્રદેશ પચાવવાની  વ્યૂહરચનાને સલામી સ્લાઈસિંગ કહેવાય છે
 • સલામી સ્લાઈસિંગ વ્યૂહરચનાના પ્રયોગમા ચીનને હાંસલ છે મહારથ
 • જે ભૂમિ પર ચીન કબજો કરે છે તેના માટે મંત્રણા માટે થાય છે તૈયાર
 • મંત્રણા પહેલા શરતો મૂકી ચીન કરે છે નાક દબાવાનો પ્રયાસ
 • ભારતે નિર્વાસિત તિબેટીઓને શરણ ન આપવાની મૂકી ચૂકયુ છે ચીન શરત
 • અરૂણાચલ પ્રદેશને ભારત પોતાનો હિસ્સો માનવાનું બંધ કરે તેવી પણ ચીનની શરત
 • ભારત કોઈ પણ કાળે ચીનની શરત માને તે શક્ય નથી
 • ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ છ દાયકાથી પણ જૂનો
 • અનેક મંત્રણાઓ છતા સરહદ વિવાદનો નથી આવ્યો ઉકેલ
 • ૧૯૬રથી ચીન ભારત સાથે કરતું આવ્યું છે દગાબાજી
 • તિબેટ સાથે ૧૯૧૪માં બ્રિટિશ હિંદ સમજૂતીને પણ ઘોળીને પી ગયું છે ચીન

Read Also

Related posts

શંકર ચૌધરીનો બફાટ  “ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને નહીં રોકે”

Nakulsinh Gohil

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 11 ડિસેમ્બરે પૃથ્વી પર ફરશે પાછું

GSTV Web Desk
GSTV