GSTV

ડોકલામ પાસે ફરી જોવા મળ્યાં ચીની સૈનિકો

એક મહિના પહેલા ભારત અને ચીન વચ્ચે ડોકલામ ગતિરોધ ખતમ થઇ ગયો હતો. પરંતુ ચીનની સેના ફરી એકવાર આ વિસ્તારમાં પ્રવેશી છે. સૂત્રો મુજબ ચીનની સેનાએ ફરી એકવાર રોડ નિર્માણનું કામ શરૂ કર્યું છે. આ કામ ચીનની સેનાએ ગત ડોકલામ સંઘર્ષથી 10 કિલોમીટર દૂર શરૂ કર્યુ છે.

સૂત્રો મુજબ, ચીનના 500થી વધુ સૈનિકોએ ડોકલામમાં ફરી દસ્તક દીધી છે. આ વખતે ચીને ફરીથી ભૂતાનના ડોકલામમાં પ્રવેશ કરીને રોડ નિર્માણનું કાર્ય શરૂ કર્યું છે, અને રોડનું રી-સરફેસિંગ કર્યું છે. ભૂતાનની આ જમીન પર ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. જ્યારે કે ભારત અને ભૂતાન તેનો વિરોધ કરી રહ્યા છે.. સૂત્રો મુજબ ડોકલામ વિવાદ ખતમ થયા બાદ ભારતીય સેના પોતાના વિસ્તારમાં પરત ફરી હતી. જ્યારે ચીનની સેના ત્યાંથી માત્ર 300 મીટર જ પરત ફરી હતી. ભારતીય સેના પોતાના વિસ્તારમાંથી ચીની સૈનિકો પર નજર રાખી રહ્યા છે.

Related posts

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

બદલો તમારી જીવનશૈલી/ જો તમારે પણ મોર્નિંગ હૈબિટ્સમાં સામેલ છે આ આદતો, તો તમે પણ થઈ શકો છો જલ્દી વૃદ્ધ

Pravin Makwana

સંબંધોમાં શાણપણ/ પાર્ટનર સાથે ક્યારેય આ બાબતે જૂઠ્ઠુ ન બોલો, સંબંધોમાં આવી જશે ખટાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!