GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સરકારે પહેલી વાર સ્વીકાર્યું : ચીનના સૈનિકો મોટી સંખ્યામાં ભારતીય સરહદમાં ઘુસ્યા

અત્યાર સુધી લડાખમાં ભારતનો હાથ ઉપર હોવાની વાત કરતી કેન્દ્ર સરકારે પહેલી વાર સત્તાવાર સ્વરૂપે સ્વીકાર્યુ છે કે, ચીનના સૈન્યએ ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરી છે. એટલું જ નહીં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એવો પણ એકરાર કર્યો છે કે, પૂર્વ લડાખમાં ચીનનાં સૈન્યની સાથે મોટી સંખ્યા ચીનના લોકો પણ આવી ગયા છે.

ભારતીય સીમામાં ઘુસણખોરી

પૂર્વ લડાખના સંવેદનશીલ મુદ્દે રાજનાથ સિંહે કહ્યું કે, જે વિસ્તારને ભારત પોતાનો માને છે, ત્યાં સુધી ચીનના સૈનિકો મોટી સંખ્યામાં આવી ઘુસી ગયા છે. તેઓ આ વિસ્તારને તેમનો માને છે. લડાખના આ વિસ્તારમાં પોતાનો દાવો મજબૂત કરવા ચીનના સૈનિકોએ પોતાની સાથે ચીનના લોકોને પણ ઘુસાડી દીધા છે. રાજનાથ સિંહે પહેલી વાર સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને ઓળંગીને પૂર્વ લડાખના પર્વતીય ક્ષેત્રની ભારતીય સરહદમાં ચીની સૈનિકો ઘુસી ગયા છે.

ગલવાન ઘાટી અને પેન્ગોંગ ત્સો સરોવર ક્ષેત્રમાં ચીની સૈનિકનો જમાવડો

અહેવાલો મુજબ, ચીનના સૈનિકો ભારતીય વિસ્તારમાં ગલવાન ઘાટી અને પેન્ગોંગ ત્સો સરોવર ક્ષેત્રમાં ચીની સૈનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. તેમણે અહીં એમના તંબુ તાણી દીધા છે. રાજનાથ સિંહે કહ્યું છે કે, ચીને  મુદ્દ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ, જેથી આ સમસ્યાનું સમાધાન નીકળી શકે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2017માં ડોકલામ વિવાદનું સમાધાન પણ સૈન્ય વાતચીત દ્વારા આવ્યું હતું.

છેલ્લાં એક મહિનાથી બંને સેનાઓ આમનેસામને

જ્યારે ગયા મહિને પાંચ મેના રોજ ચીનના સૈનિકો ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યા હતા અને ભારતીય સૈનિકો સાથે એમનું ઘર્ષણ થયું હતું, ત્યારથી બંને સેનાઓ આમનેસામનો આવી ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ સ્વીકાર્યું છે કે, ભારત-ચીનની સરહદ પર સ્થિતિ તણાવયુક્ત છે. પોમ્પિયોએ કહ્યું છે કે, છેલ્લાં થોડાં દિવસોથી ઉત્તર ભારત તરફ ચીનનું સૈન્ય આગળ વધી રહ્યું છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!